AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગાળના CM બન્યા બાદ સુવેન્દુ અધિકારીની પ્રથમ ગુજરાત મુલાકાત, વડનગરની ધરતીને નમન કરી કાર્યક્રમમાં આપી હાજરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની ગુજરાત મુલાકાત રાજકીય અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહી. વડનગરમાં તેમણે 'સેવા યાત્રા'ના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી, જ્યાં તેમણે વડાપ્રધાન મોદીના 25 વર્ષના જાહેર જીવનની ઉજવણી કરી.

| Updated on: Oct 08, 2026 | 1:33 PM
Share
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ ગુજરાત મુલાકાતે રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ મેળવ્યું છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વડનગર પહોંચ્યા હતા અને વડનગરની ઐતિહાસિક ધરતીને નમન કરી અહીં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

1 / 5
સુવેન્દુ અધિકારી વડનગરમાં યોજાયેલા ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’ના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવનની પૂર્ણતાની ઉજવણી માટે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

2 / 5
વડનગર પહોંચ્યા બાદ સુવેન્દુ અધિકારીએ વડનગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ તરીકે વર્ણવી તેને ઐતિહાસિક ધરતી ગણાવી હતી. તેમણે અહીંની મુલાકાતને પોતાના રાજકીય જીવનની યાદગાર ક્ષણ ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

3 / 5
ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બળવંતસિંહ સાથે પણ સુવેન્દુ અધિકારીએ મુલાકાત કરી હતી. બંને વચ્ચે જૂની યાદોને તાજી કરતાં વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત અને બંગાળ વચ્ચેના રાજકીય તથા સંગઠનાત્મક સંબંધોની ચર્ચા પણ જોવા મળી હતી.

4 / 5
આ સમગ્ર પ્રવાસમાં સહકારી ક્ષેત્રના આગેવાન અશોક ચૌધરીની ભૂમિકા પણ ચર્ચામાં રહી હતી. અશોક ચૌધરીને તાજેતરની બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતથી બંગાળ સુધીના સંગઠનાત્મક સંકલન બાદ હવે સુવેન્દુ અધિકારીની ગુજરાત મુલાકાતને રાજકીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે

5 / 5

મોરબીમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ, સાવર તળાવના બ્યુટીફિકેશન માટે 180 ગેરકાયદે દબાણો દૂર કરાયા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">