AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાનની, ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ માંગ, જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

જામનગર જિલ્લામાં દુષ્કાળની માંગ માત્ર વિપક્ષ કોંગ્રેસ તરફથી જ નહીં, પરંતુ હવે તો શિસ્તબદ્ધ રાજકીય પક્ષ ગણાતા, સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી પણ ઉઠી રહી છે. ખેડૂતો તરફથી પણ પાક નુકસાનીનું સર્વેક્ષણ, આર્થિક સહાય અને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવાની માંગ સતત કરવામાં આવી રહી છે.

Breaking News : ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાનની, ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ માંગ, જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો
| Updated on: Oct 08, 2026 | 3:58 PM
Share

એક સમય હતો કે જ્યારે શિસ્તબદ્ધ રાજકીય પક્ષ ગણાતા ભાજપની સરકારના ધારાસભ્ય, તેમના મત વિસ્તારના પ્રશ્નો, લોક સમસ્યા અંગે ખુલીને મોટા અવાજે જાહેરમાં બોલતા અચકાતા હતા. હવે સમય પલટાયો છે. ભાજપના ધારાસભ્યોને જેમને મતોથી ચૂંટાઈ આવવાનું છે તે પ્રજાજનોની સમસ્યાને વાચા આપવા માટે જાહેરમાં, ખુલ્લેઆમ અને મોટેથી બોલતા થયા છે. ગુજરાતની ભાજપની જ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે, તેમના મતવિસ્તાર સહિત સમગ્ર જામનગર જિલ્લાના ખેડૂતોની સમસ્યાને અવાજ રજૂ કર્યો છે.

આ વર્ષે ચોમાસામાં અલનીનોની અસરને કારણે જામનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક તાલુકામાં વરસાદની ભારે ઘટ જોવા મળી હતી. વરસાદની અછત વચ્ચે હવે જે તે વિસ્તારમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ વધુ તેજ બની રહી છે. વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો થઈ રહી છે. આ માંગણીમાં હવે ભાજપના નેતાઓ પણ ખુલ્લેઆમ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. શિસ્તબદ્ધ પક્ષના ધારાસભ્યો ખેડૂતો અને પ્રજાજનોની સમસ્યાને વાચા આપવા મેદાને આવી રહ્યાં છે.

ગુજરાતના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે, જામનગર જિલ્લાની વરસાદની અછત જેવી સ્થિતિ અને તેના કારણે ખેતી પર પડેલી અસરને ધ્યાનમાં લઈને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય સહાય પેકેજ પણ જાહેર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

રાઘવજી પટેલે કહ્યું છે કે, આ વર્ષે વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતી અને પાણીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. અગાઉ પણ જોડિયા સહિતના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા પાક નુકસાની અને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.

આ પરિસ્થિતિ વચ્ચે પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે, તેમના જ પક્ષની ગુજરાત સરકાર સમક્ષ જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહતના પગલાં લેવામાં આવે અને ખેડૂતોને આર્થિક સહાય મળે તે જરૂરી છે.

જામનગર જિલ્લામાં દુષ્કાળની માંગ માત્ર વિપક્ષ કોંગ્રેસ તરફથી જ નહીં, પરંતુ હવે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી પણ ઉઠી રહી છે. ખેડૂતો તરફથી પણ પાક નુકસાનીનું સર્વેક્ષણ, આર્થિક સહાય અને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવાની માંગ સતત કરવામાં આવી રહી છે. અગાઉ રાઘવજી પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી છોડવાની પણ રજૂઆત કરી હતી.

Breaking News : ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કડક કાર્યવાહી, કરજણ અને સુરતની 4 પેઢી સામે પગલાં

Follow Us
g clip-path="url(#clip0_868_265)">