Health Tips: કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા આ શરીરમાં દેખાવા લાગે છે આ લક્ષણો- તેને બિલકુલ અવગણશો નહીં
કાર્ડિયાક અરેસ્ટ આવતા હ્રદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. હ્રદયની ઈલેક્ટ્રીક વાયરિંગમાં અચાનક ગડબડ થવાથી ધબકારા બંધ થઈ જાય છે. તેના કારણે મગજ અને શરીરના અન્ય અંગો સુધી ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં દરેક સેકન્ડ કિમતી હોય છે, એક પળનો પણ વિલંબ વ્યક્તિનો જીવ લઈ શકે છે.

જો પરિવારમાં કોઈને કાર્ડિયાક અરેસ્ટની હિસ્ટ્રી રહી હોય તો એ લોકોને કાર્ડિયાક એટેક આવવાનું જોખમ વધી જાય છે. હ્રદય રોગથી પીડિત લોકોને પણ કાર્ડિયાક આવવાનું રિસ્ક વધી જાય છે. કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા શરીરને કેટલાક સંકેત મળે છે. જો સમયસર તેને ઓળખી લેવામાં આવે તો જીવ બચી શકે છે.
કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા શું થાય છે?
બેભાન થયા પહેલા દર્દીને કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો દેખાવા લાગે છે. જેમા તેને છાતીમાં અસહ્ય દર્દ થાય છે, ઉલટી અથવા ડાયેરિયા થાય છે. શ્વાસ એકાએક ફુલવા લાગે છે. ઓક્સિજન ન મળવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગે છે. જો આ સ્થિતિમાં તાત્કાલિક સારવાર ન મળે તો દર્દીનું બચવુ મુશ્કેલ થઈ જાય છે.
વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય, સામાન્ય રીતે શ્વાસ ન લે અથવા માત્ર હાંફતો હોય અને નાડી ન મળે. આવી સ્થિતિમાં એકે એક સેકન્ડ મહત્વની હોય છે. તેને તુરંત CRP આપવુ જોઈએ અને એક પળ પણ ગુમાવ્યા વિના હોસ્પિટલમાં એડમિટ કરવા કરવા જોઈએ.
કાર્ડિયાક અરેસ્ટ પહેલાં જોવા મળતા સંકેતો
અચાનક છાતીમાં દુખાવો કે દબાણ અનુભવવુ
છાતીમાં ભાર, જકડન, બળતરા કે દબાણ અનુભવાય, ખાસ કરીને દુખાવો હાથ, ખભા, પીઠ, ગરદન કે જડબા સુધી ફેલાય. શ્વાસ લેવામાં મુશ્કેલી
થોડી મહેનતમાં પણ હાંફી જવુ, શ્વાસ ચઢવો, આરામની સ્થિતિમાં પણ શ્વાસ લેવામાં મુશ્કેલી થવી અથવા અચાનક શ્વાસ ફૂલવા લાગે.
હૃદયના ધબકારા અસામાન્ય લાગવા
હૃદય ખૂબ ઝડપથી, ધીમું અથવા અનિયમિત ધબકતું હોય એવું લાગવું, ધબકારા ચૂકી રહ્યા હોય તેવી અનુભૂતિ થવી.
અચાનક ચક્કર અથવા બેભાન થવું
ખાસ કરીને કોઈ કારણ વગર વારંવાર ચક્કર આવવા કે થોડા સમય માટે હોશ ગુમાવવો ગંભીર સંકેત હોઈ શકે છે.
અતિશય નબળાઈ અને થાક
સામાન્ય કરતાં ખૂબ વધારે થાક લાગવો, શરીરમાં અચાનક નબળાઈ અનુભવવી અથવા રોજિંદું કામ કરવામાં મુશ્કેલી પડવી.
ઠંડો પરસેવો, ઉબકા અથવા ગભરામણ
ખાસ કરીને છાતીની અસ્વસ્થતા સાથે ઠંડો પરસેવો, ઉબકા અથવા અચાનક અસ્વસ્થતા થાય તો તેને અવગણવું નહીં.
અસામાન્ય બેચેની જેવી લાગણી
કેટલાક લોકોને ગંભીર હૃદયની સમસ્યા પહેલાં અચાનક બેચેની, અસ્વસ્થતા અથવા ભારે ગભરામણ અનુભવાય છે.
