Vadodara Breaking : રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી, લારીચાલકનો સ્થાનિકોએ બચાવ્યો જીવ
ખોડીયારનગર વિસ્તારમાં રસ્તા પર અચાનક મસમોટો ભૂવો પડતાં શાકભાજી ભરેલી લારી તેમાં ખાબકી જવાની ઘટના સામે આવી છે. લારીચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તો ધસી પડ્યો હતો અને શાકભાજી ભરેલી લારી સીધી ભૂવામાં ખાબકી ગઈ હતી.
વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં રસ્તા પર અચાનક મસમોટો ભૂવો પડતાં શાકભાજી ભરેલી લારી તેમાં ખાબકી જવાની ઘટના સામે આવી છે. લારીચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તો ધસી પડ્યો હતો અને શાકભાજી ભરેલી લારી સીધી ભૂવામાં ખાબકી ગઈ હતી.
શાકભાજી ભરેલી લારી ભૂવામાં ખાબકી
ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સમયસૂચકતા દાખવીને લારીચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે ઘટનામાં લારીચાલકનો જીવ બચી ગયો હતો.
લારી ચાલકનો બચ્યો જીવ
ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રસ્તા પર પડેલા મસમોટા ભૂવાના કારણે અન્ય કોઈ વાહનચાલક તેની અંદર ન ખાબકે તે માટે સ્થાનિકોએ જાતે જ બેરીકેટ મૂકીને રસ્તો બંધ કર્યો હતો.
તંત્રની કામગિરી પર ઉઠ્યા સવાલ
સ્થાનિકોના આક્ષેપ મુજબ, રસ્તાની કામગીરી અને જાળવણીમાં બેદરકારીના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. લોકોએ તંત્ર સામે ભ્રષ્ટાચારના પણ ગંભીર આરોપ લગાવ્યા છે. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને રસ્તાની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આ ઘટનાને પગલે રસ્તાની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે અને ભૂવાનું સમારકામ ક્યારે કરવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
