AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ? અંબાણી-અદાણી નહીં, તો પછી કોણ છે દેશનો અસલી ‘જમીનદાર’ ?

ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે? જો તમને લાગતું હોય કે, દેશની મોટી કંપનીઓ કે બિઝનેસમેન પાસે સૌથી વધુ જમીન છે, તો તમારો અંદાજ ખોટો છે. આમાં વાત જ્યારે 'જમીનની માલિકી' (Land Ownership) ની આવે છે, ત્યારે અસલી ખેલ બદલાઈ જાય છે. એક તરફ જ્યાં મુંબઈ જેવા શહેરમાં 1 ઈંચ જમીન માટે લોકો કરોડો ખર્ચે છે, ત્યાં બીજી તરફ લાખો-હજારો એકરની અબજો રૂપિયાની જમીનનો અડીખમ ખજાનો પડેલો છે.

| Updated on: Oct 07, 2026 | 6:09 PM
Share
ભારત દેશમાં જ્યારે પણ અમીરોની વાત થાય છે અથવા વધુ સંપત્તિની વાત થાય છે, તો સૌથી પહેલા મુકેશ અંબાણી (Mukesh Ambani), ગૌતમ અદાણી (Gautam Adani) કે ટાટા ગ્રુપ (Tata Group) નું જ નામ સામે આવે છે. હવે જ્યારે વાત 'જમીન' (Land Ownership) ની આવે છે, તો ચિત્ર થોડું અલગ થઈ જાય છે.

1 / 9
ભારતમાં સૌથી વધુ જમીનના માલિક કોઈ વ્યક્તિ નથી પરંતુ સીધી રીતે ભારત સરકાર છે. દેશના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સરકારી ઉપક્રમો પાસે લાખો એકર જમીન મોજૂદ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15,531 Sq km જમીન ભારત સરકાર પાસે છે.

2 / 9
સરકારી વિભાગોમાં સૌથી મોટા જમીનદાર રક્ષા મંત્રાલય (Ministry of Defence) છે. આર્મી, નેવી અને એરફોર્સ પાસે છાવણીઓ (cantonments), ફાઇટીંગ રેન્જ અને અન્ય સૈન્ય ઠેકાણાઓના રૂપમાં લગભગ 18 લાખ એકરથી પણ વધુ જમીન છે.

3 / 9
રક્ષા મંત્રાલય પછી દેશમાં બીજી સૌથી મોટી જમીન ભારતીય રેલવે પાસે છે. પાટા, સ્ટેશનો, રેલવે કોલોનીઓ અને ખાલી પડેલા પ્લોટોને મિલાવીને રેલવે પાસે લગભગ 11.80 લાખ એકર જમીનનો વિશાળ ભંડાર છે.

4 / 9
ધાર્મિક અને બિન-સરકારી સંસ્થાઓની વાત કરીએ તો, વક્ફ બોર્ડ ભારતમાં સૌથી મોટું જમીનદાર છે. બોર્ડ પાસે દેશભરમાં મસ્જિદો, મદરેસા અને કબ્રસ્તાનના રૂપમાં 8 લાખ એકરથી વધુ જમીન છે.

5 / 9
વક્ફ બોર્ડ પછી ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા 'કેથોલિક ચર્ચ' પાસે દેશમાં સૌથી વધુ જમીન છે. દેશભરમાં બનેલા હજારો ચર્ચ, સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલોના રૂપમાં એમની પાસે લાખો એકરની કિંમતી જમીન છે.

6 / 9
જો પ્રાઇવેટ કે કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ, તો ગોદરેજ પરિવાર ભારતના સૌથી મોટા જમીનદારોમાંથી એક છે. એકલા મુંબઈ જેવા મોંઘા શહેરમાં (વિક્રોલી વિસ્તાર) એમની પાસે લગભગ 3,400 એકર કિંમતી જમીન છે, જેની કિંમત આજના સમયમાં અબજો-ખરબો રૂપિયામાં છે. સુબ્રત રોયનું સહારા ગ્રુપ પણ ભારતના સૌથી મોટા પ્રાઇવેટ જમીનદારોની લિસ્ટમાં જોડાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, દેશભરમાં અલગ-અલગ પ્રોજેક્ટ્સ અને ટાઉનશીપના રૂપમાં એમની પાસે લગભગ 33,000 એકરથી વધુ લેન્ડ બેંક છે.

7 / 9
રિયલ એસ્ટેટની દુનિયાનો બેતાજ બાદશાહ DLF પણ આ લિસ્ટમાં છે. ગુરુગ્રામ (Gurgaon) ને વસાવનારી આ કંપની પાસે હરિયાણા, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં હજારો એકરની વિશાળ લેન્ડ બેંક છે. ટાટા ગ્રુપ માત્ર બિઝનેસ જ નહીં પરંતુ જમીનના મામલે પણ આગળ છે. દેશભરમાં એમના મોટા-મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. આ સિવાય, ચાના બગીચા (Tea estates) અને જમશેદપુર જેવી પૂરેપૂરી ટાઉનશીપ ટાટા પાસે લીઝ કે માલિકી હક્ક તરીકે મોજૂદ છે.

8 / 9
મુંબઈ જેવા શહેરમાં જ્યાં એક ઇંચ જમીનની કિંમત લાખોમાં હોય છે, ત્યાં 'બોમ્બે પોર્ટ ટ્રસ્ટ' પાસે લગભગ 2,330 એકર જમીન છે. આ દક્ષિણ મુંબઈના સૌથી પ્રાઇમ લોકેશન્સ પર ફેલાયેલી છે, જે એને દેશના સૌથી અમીર જમીનદારોમાંથી એક બનાવે છે.

9 / 9
આ માહિતી વિવિધ મીડિયા રિપોર્ટ્સ અને જાહેર આંકડાઓ પર આધારિત છે. આનો હેતુ માત્ર જાણકારી આપવાનો છે. આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે.

દુનિયામાં રમાઈ રહ્યો છે ‘સોનાનો સૌથી મોટો ખેલ’ ! બેંકોએ એકસાથે ખરીદ્યું 39 ટન ગોલ્ડ, આખરે શું થવાનું છે ‘વિશ્વમાં’?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">