AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કિશને કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય બન્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ઈશાન કિશને અણનમ 37 રનની ઈનિંગ રમીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 2026માં તેના T20 ક્રિકેટમાં 1644 રન થઈ ગયા છે. આ સાથે તેણે વિરાટ કોહલીનો 2016માં બનાવેલો 1614 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે ઈશાન એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય બની ગયો છે.

| Updated on: Oct 07, 2026 | 7:09 PM
Share
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20માં ઈશાન કિશને 27 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા.

1 / 8
ઈશાન કિશને શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 137 રનની અણનમ ભાગીદારી કરી હતી અને ભારતે 8 વિકેટે મેચ જીતી હતી.

2 / 8
આ ઈનિંગ સાથે વર્ષ 2026માં ઈશાન કિશનના T20 ક્રિકેટમાં 1644 રન થઈ ગયા છે અને તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

3 / 8
ઈશાન કિશને એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવવા મામલે વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

4 / 8
વિરાટ કોહલીએ 2016માં 1614 રન બનાવ્યા હતા, જ્યારે હવે ઈશાન કિશનના નામે 1644 રન છે.

5 / 8
વર્ષ 2026માં ઈશાને અત્યાર સુધી 45 T20 મેચમાં 45 ઈનિંગ રમી છે. આ દરમિયાન તેણે એક સદી અને 13 અડધી સદી ફટકારી છે. તેનો બેટિંગ સરેરાશ 39.14 અને સ્ટ્રાઈક રેટ 173.05 રહ્યો છે.

6 / 8
એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીયોની યાદીમાં વિરાટ કોહલી 1614 રન સાથે હવે બીજા ક્રમે છે. અભિષેક શર્મા 2025માં 1602 રન સાથે ત્રીજા અને સૂર્યકુમાર યાદવ 2022માં 1503 રન સાથે ચોથા ક્રમે છે.

7 / 8
આ આંકડા દર્શાવે છે કે ભારતીય બેટ્સમેનોનું T20 ફોર્મેટમાં એક કેલેન્ડર વર્ષ દરમિયાન કેટલું પ્રભુત્વ રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ચાર મેચમાં ઈશાન કિશન પર ખાસ નજર રહેશે . (PC:PTI/X)

8 / 8

Breaking News: શૂન્ય રને આઉટ થતાં વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં નુક્સાન, શુભમન ગિલ નંબર-1

Follow Us
g clip-path="url(#clip0_868_265)">