Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ, પહેલાથી જ કરી લો આ તૈયારી નહીં થાય કોઈ મુશ્કેલી
Amarnath Yatra: દર વર્ષે ભારતમાંથી લાખો શ્રદ્ધાળુઓ અમરનાથના દર્શન માટે પહોંચે છે. જો તમે પણ આ વખતે અમરનાથ યાત્રા પર જવાના છો તો આ મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખો.

સોમવાર 17 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરુ થઈ રહ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થશે અને 31મી ઓગસ્ટે સમાપ્ત થશે. અમરનાથ યાત્રાને લઈને જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અંદાજે 2 મહિના સુધી અમરનાથ યાત્રા ચાલશે. ત્યારે જો તમે પણ પ્રવાસ પર જઈ રહ્યા છો તો તમારે જરુરી કેટલીક બાબતોનું ધ્યાન આપવું પડશે. જેનાથી તમને કોઈ મુશ્કેલી આવશે નહિ,

જો તમે જુલાઈ કે પછી ઓગસ્ટ મહિનામાં પ્રવાસ કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, આ સમયે વરસાદ હોય છે જેના માટે તમારા યાત્રા પર જતા પહેલા હવામાન વિશે જાણકારી મેળવવી જરુરી છે. તમારી સાથે રેનકોટ, વોટરપ્રુફ ટ્રેકિંગ કોટ, ટૉર્ચ સાથે રાખો.

અમરનાથ યાત્રામાં મુશ્કેલ ચઢાણ છે. એટલા માટે તમારી સાથે માત્ર આરામદાયક કપડાં જ રાખો. સાડીમાં પગપાળા મુસાફરી કરવી મુશ્કેલ છે, તેથી મહિલાઓને સલવાર કમીઝ અથવા પેન્ટ શર્ટ અથવા ટ્રેક સૂટ પહેરીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે.

મુસાફરોએ પોતાની સાથે બિસ્કિટ, ટોફી અથવા તૈયાર નાસ્તો પણ રાખવો જોઈએ. તેની સાથે પેઈન કિલર જેવી જરૂરી દવાઓ પણ રાખો જેથી ઈમરજન્સીમાં તેનો ઉપયોગ થઈ શકે.