ગુજરાતમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ, 46 ડિગ્રી માટે રહો તૈયારઃ અંબાલાલની આગાહી
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. સાથે જ, લઘુત્તમ તાપમાન 24થી 26°C વચ્ચે રહેતા ઉકળાટમાં વધારો થશે, જેના કારણે રાત્રિના સમયે પણ રાહત મળવાની શક્યતા બહુ જ ઓછી છે.
ગુજરાતમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. હવામાન બાબતોના જાણકાર અંબાલાલ પટેલે ગરમીને લઈને અકળાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આટલી બધી લોકો માટે મુશ્કેલીજનક સાબિત થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી 11થી 14 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનો પારો 41-42 ડિગ્રીને પાર થઈ જશે. જો કે અંબાલાલ પટેલના મત અનુસાર 14થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 40°Cને પાર કરી શકે છે.
મુખ્ય શહેરોમાં ખાસ અસર
ગુજરાત રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા અને આણંદમાં તાપમાન 42થી 46 ડિગ્રી વચ્ચે પહોંચી શકે છે. આટલી બધી ગરમીને કારણે લોકોમાં હીટસ્ટ્રોક અને ડિહાઈડ્રેશન જેવા આરોગ્ય સંબંધી પ્રશ્નો ઊભા થવાની સંભાવના રહેલી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. સાથે જ, લઘુત્તમ તાપમાન 24થી 26°C વચ્ચે રહેતા ઉકળાટમાં વધારો થશે, જેના કારણે રાત્રિના સમયે પણ રાહત મળવાની શક્યતા બહુ જ ઓછી છે.
હવામાન નિષ્ણાતોના મતનુસાર, તીવ્ર ગરમી દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને જરૂરી હોય ત્યારે સાવચેતી રાખવી. જે રીતે ગરમીનો પારો ઉચકાવવાની આગાહી કરવામાં આવી રહી છે તે જોતા, તંત્ર એ હિટવેવને ધ્યાને લઈને સજ્જ રહેવાની જરૂર છે.
Breaking News : ચૂંટણી ટાણે જ કોંગ્રેસને ફટકો, અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
