Gujarati News » Photo gallery » AHMEDABAD: The historic and first Heritage City's 611th birthday was celebrated by the office bearers including the mayor.
અમદાવાદ: ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટીના 611માં જન્મદિવસની ઉજવણી, મેયર સહિતના પદાધિકારીઓએ કરી ઉજવણી
ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદના 611માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. મેયર સહિતના પદાધિકારીઓએ ધામધૂમથી અમદાવાદના જન્મદિવસની ઉજવણી કરી.
600 વર્ષ કરતાં પણ વધુ વર્ષોનો ભવ્ય ઇતિહાસ ધરાવતા સાબરમતી નદીના બે કાંઠે વહેંચાયેલા અમદાવાદનો આજે જન્મદિવસ. કહેવાય છે કે અહમદશાહ બાદશાહ અમદાવાદનો પાયો નાંખ્યો હતો. ત્યારે અનેક મુશ્કેલીઓ આવી હતી અને તેનું સમાધાન માણેક નાથ બાબાએ આપ્યું હતું અને ત્યારબાદ માણેકનાથની સાથે મળીને હાલના એલિસ બ્રિજ પાસે અમદાવાદની પ્રથમ ઈંટ મૂકવામાં આવી. આજે માણેક બુરજ તરીકે ઓળખાય છે.
1 / 5
ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદના 611માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. મેયર સહિતના પદાધિકારીઓએ ધામધૂમથી અમદાવાદના જન્મદિવસની ઉજવણી કરી. આજે જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી માણેકનાથની સમાધિ પર મેયર અને માણેકનાથજીના તેરમા વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી હતી.
2 / 5
અમદાવાદનો આજે 611મો સ્થાપના દિવસ. માણેકનાથની સમાધિ પર 13મી પેઢી પૂજન કર્યું. દર વર્ષે માણેકચોક ખાતે માણેકબાવાની સમાધિએ પૂજન થાય છે. અમદાવાદ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પૂજન કર્યુ.
3 / 5
માણેકનાથજીની સમાધિ પર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તમામ મહાનુભાવો માણેક બુરજ ખાતે શહેરના પ્રથમ નાગરિક કિરીટ પરમારની સાથે સાથે અમદાવાદ શહેરના તમામ લોકોએ પૂજા-અર્ચના કર્યા બાદ શહેરની સુખ અને શાંતિની પ્રાર્થના કરી.
4 / 5
તમામ લોકોએ પૂજા-અર્ચના કર્યા બાદ શહેરની સુખ અને શાંતિની પ્રાર્થના કરી.