AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad news : ‘કર્ણાવતી’ શહેરમાં બન્યા ‘અવનવા સર્કલો’, જે રસ્તાની સુંદરતા જ નહીં પણ સામાજીક મેસેજ પણ આપે છે-જુઓ Photos

અમદાવાદ શહેરની રસ્તાઓ ઘણા સર્કલો આવેલા છે, જે ટ્રાફિક સમસ્યાના નિવારણનું કામ પણ કરે છે. સાથે-સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરે છે. ઘણા સર્કલો નાના હોય છે તો ઘણા સર્કલ ખૂબ જ મોટા હોય છે આ સર્કલો કોર્પોરેશન દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા તો કોર્પોરેટ કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા હોય છે અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Sep 23, 2023 | 9:51 AM
Share
અમદાવાદ શહેરનો વિકાસ અને વિસ્તાર ચારે દિશામાં થયો છે. શહેરમાં વિસ્તારની સાથે રસ્તાઓના નેટવર્કનું પણ વિસ્તરણ થયું છે. આ રસ્તાઓને જોડતા અનેક નાના મોટા જંકશનનો પણ બન્યા છે.

1 / 9
જેમકે દર્પણ છ રસ્તા, નેહરુ નગર પાંચ રસ્તા સર્કલ, લો ગાર્ડન ચાર રસ્તા, સુભાષ બ્રિજ સર્કલ. આ જંકશનનો ઉપર અલગ-અલગ સંદેશો આપતા વિવિધ સાઇઝના સર્કલો બનાવવામાં આવ્યા છે.

2 / 9
આ સર્કલ શહેરની સુંદરતામાં વધારો તો કરે જ છે સાથે-સાથે જ્યાં પાંચ કે છ રસ્તા ઉપર ભેગા થતા હોય તેવી જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણનું કામ પણ કરે છે. ઘણા સર્કલો નાના હોય છે તો ઘણા સર્કલ ખૂબ જ મોટા હોય છે આ સર્કલો કોર્પોરેશન દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા તો કોર્પોરેટ કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા હોય છે અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે.

3 / 9
લો ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા સુંદર સર્કલ બનાવવામાં આવેલું છે. આ સર્કલ ચકલી સર્કલના નામે પણ ઓળખાય છે. આ સર્કલમાં નળમાંથી પાણી નીકળતું તો દેખાય છે પરંતુ નળ હવામાં હોય તેવી સુંદર કરામત કરવામાં આવી છે.

4 / 9
લખુડી છ રસ્તા તરીકે ઓળખાતા આ જંકશન ઉપર ક્લીન ઈન્ડિયાનો મેસેજ આપતું સર્કલ બનાવવામાં આવ્યું છે. આ સર્કલ બહુ મોટું નથી. પરંતુ તેમાં જે સંદેશો આપવામાં આવ્યો છે તે ઘણો જ સૂચક છે.

5 / 9
આ વિશાળ સર્કલ નવરંગ સ્કૂલ પાંચ રસ્તા તરીકે ઓળખાય છે. આ સર્કલની અંદર લોખંડનું બનેલું એક ગોળાકાર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. આ  સર્કલની બીજી વિશેષતા એ છે કે આ સર્કલની અંદર આશરે 10 જાતના અલગ-અલગ વૃક્ષો અને છોડ વાવવામાં આવ્યા છે.

6 / 9
એનસીસી પરેડ ગ્રાઉન્ડ પાસે આ સર્કલમાં જુની બે આર્ટલરીને સામસામે ગોઠવીને ઊભું કરવામાં આવ્યું છે. ભારતીય લશ્કરમાંથી નિવૃત કરવામાં આવેલી આ તોપને આર્ટિલરી ગન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય અમદાવાદમાં એરપોર્ટ રોડ ઉપર અને એરપોર્ટ સર્કલ ઉપર પણ જૂની તોપો ગોઠવીને સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે. જે તત્કાલીન સમયની ભારતીય લશ્કરી શસ્ત્રો અને યુદ્ધની યાદ અપાવે છે.

7 / 9
કર્ણાવતી ક્લબથી એસ.પી. રીંગ રોડ તરફ જતા ચાર રસ્તા ઉપર આ સર્કલ બનાવવામાં આવ્યું છે. આ સર્કલમાં નેચરલ એનર્જીના ઉપયોગનો મેસેજ  આપવામાં આવ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે પેટ્રોલ ડીઝલ કોલસો વગેરેમાંથી વીજળી મેળવવાની જગ્યાએ પવનચક્કી દ્વારા કુદરતી રીતે વીજળી ઉત્પન્ન કરી શકાય છે.

8 / 9
આ સર્કલ ગાંધી આશ્રમ રાણીપ સુભાષ બ્રિજને જોડતા ચાર રસ્તા ઉપર આવેલું છે. આ સર્કલમાં વચ્ચે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપવામા આવેલી છે. જેની આજુબાજુ સુંદર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ સર્કલની થીમ ગીર જંગલ અને એસિયેટીક સિંહ ઉપર બનાવવામાં આવેલી છે. આ સર્કલમાં સિંહની સાથે અજગર વાંદરા વગેરેના સ્ટેચ્યુઓ પણ મૂકવામાં આવેલા છે.

9 / 9
Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં

રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં

અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં

કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ

સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા

વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ

ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ

લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા

ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">