Beer Bottle Price : 1000 રૂપિયાની બિયરની બોટલની અસલી કિંમત શું હોય? આંકડો જાણીને ચોંકી જશો..
ભારતમાં દારૂનું બજાર ખૂબ મોટું છે અને દરરોજ કરોડો રૂપિયાના દારૂનું વેચાણ થાય છે. દારૂના વેચાણ પરથી રાજ્ય સરકારોને મોટી આવક થાય છે, જેના કારણે તે રાજ્યો માટે આવકનો મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે.

ભારતમાં દારૂ પર GST લાગુ પડતો નથી. તેના બદલે દરેક રાજ્ય પોતાની એક્સાઇઝ નીતિ (Excise Policy) અનુસાર દારૂ પર અલગ-અલગ દરે ટેક્સ વસૂલે છે. આ કારણે એક જ બ્રાન્ડની બોટલની કિંમત અલગ-અલગ રાજ્યોમાં અલગ હોઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ ₹1,000ની દારૂની બોટલ ખરીદે, તો રાજ્ય અનુસાર તેમાંનો અંદાજે ₹350થી ₹700 સુધીનો ભાગ ટેક્સ તરીકે સરકારને મળી શકે છે. એટલે કે, બોટલની કુલ કિંમતનો મોટો હિસ્સો કર અને એક્સાઇઝ ડ્યૂટીમાં જાય છે.

રાજ્યો પ્રમાણે ટેક્સના દર પણ અલગ છે. કર્ણાટકમાં દારૂ પર અંદાજે 70થી 80 ટકા સુધી ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આ દર લગભગ 69 ટકા છે. દિલ્હી અને તમિલનાડુમાં સામાન્ય રીતે 65થી 70 ટકા સુધી ટેક્સ લેવામાં આવે છે.

તે જ રીતે મહારાષ્ટ્રમાં દારૂ પર અંદાજે 45થી 71 ટકા સુધી ટેક્સ વસૂલવામાં આવે છે, જ્યારે ગોવામાં અન્ય ઘણા રાજ્યોની સરખામણીએ ટેક્સનો દર ઓછો છે. અંદાજે 22થી 55 ટકા ટેક્સ હોવાના કારણે ગોવામાં દારૂની કિંમતો પ્રમાણમાં ઓછી જોવા મળે છે.

દારૂના ભાવમાં રાજ્ય પ્રમાણે જોવા મળતો તફાવત મુખ્યત્વે સ્થાનિક એક્સાઇઝ ડ્યૂટી, સેસ અને અન્ય કરના દરોને કારણે હોય છે. તેથી એક જ બ્રાન્ડની બોટલ એક રાજ્યમાં સસ્તી અને બીજા રાજ્યમાં મોંઘી મળી શકે છે. તેથી દારૂ ખરીદતી વખતે તેની કિંમતમાં માત્ર ઉત્પાદન ખર્ચ જ નહીં, પરંતુ સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
પ્રિયંકા ચોપરા Nick Jonas પહેલા આ વ્યક્તિને કરતી હતી ડેટ
