AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આગામી કલાકો ભારે! 24 કલાકમાં 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, રાજ્યના 5 જિલ્લામાં 'Red Alert' જાહેર - જુઓ Video

ગુજરાતમાં આગામી કલાકો ભારે! 24 કલાકમાં 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, રાજ્યના 5 જિલ્લામાં ‘Red Alert’ જાહેર – જુઓ Video

| Updated on: Jul 19, 2026 | 4:36 PM
Share

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને તાપીમાં સૌથી વધુ આફતરૂપી વરસાદ વરસ્યા બાદ હજુ પણ સંકટ ટળ્યું નથી, કારણ કે હવામાન વિભાગે આગામી સમય માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

પાછલા 8 કલાકમાં રાજ્યના 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના પારડીમાં 2.91 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, નવસારીના જલાલપોરમાં 1.54 ઇંચ અને નવસારી શહેરમાં 1.50 ઇંચ વરસાદ પડ્યો છે.

વલસાડના કપરાડામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારીના ચીખલીમાં 1.18 ઇંચ અને સુરત શહેરમાં પણ 1.18 ઇંચ વરસાદ પડ્યો છે. આમ, રાજ્યના 7 તાલુકામાં 1 ઇંચથી પોણા 3 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

Red Alert ક્યાં આપવામાં આવ્યું?

રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે રાજ્યના બીજા 13 તાલુકામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

પાછલા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આમાં તાપીના વાલોડમાં સૌથી વધુ 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, વલસાડના ઉમરગામમાં 2.40 ઇંચ, તાપીના વ્યારામાં 2.24 ઇંચ અને ઉકાઈમાં 2.09 ઇંચ વરસાદ ખાબક્યો છે. કુલ મળીને રાજ્યના 14 તાલુકામાં એક ઇંચથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દોરડું બાંધી દીધું એટલે જવાબદારી પૂરી ? AMC ની કામગીરી સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગઈ, ફૂટપાથ બેસી જતાં ઉઠ્યા ગંભીર સવાલો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">