AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravalli: મોડાસામાં વિદ્યાર્થીને નજીવી બાબતે માર્યો ઢોર માર, પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં શિક્ષકે 25 લાફા ઝીંક્યા હોવાનો આરોપ- Video

Aravalli: મોડાસામાં વિદ્યાર્થીને નજીવી બાબતે માર્યો ઢોર માર, પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં શિક્ષકે 25 લાફા ઝીંક્યા હોવાનો આરોપ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2026 | 7:43 PM
Share

અરવલ્લીના મોડાસા શહેરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીને દંડાથી માર મારવાનો આક્ષેપ કરાયો છે. હાલ વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હોવાનો પરિવાર જણાવી રહ્યો છે.

શાળા એ વિદ્યાર્થી માટે સૌથી મોટી યાદગીરી હોય છે. પ્રત્યેક વ્યક્તિ પાસે તેની શાળાને લઈને મીઠી યાદો જોડાયેલી હોય છે. શાળા દરમિયાનની મસ્તી, થોડા તોફાન, શિક્ષકોની વઢામણ આ તમામ એવા સ્મરણો છે. જે વ્યક્તિના મન મસ્તિષ્ક પર છપાઈ જાય છે.

આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી સાથે એવી ઘટના ઘટે છે જે તેના માટે આઘાત સ્વરૂપ હોય તો તેના મગજમાં શાળાની એકદમ નકારાત્મક છબી ઉભી થાય છે. આવુ જ કંઈક બન્યુ અરવલ્લીના મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં. જ્યાં વિદ્યાર્થીને સાવ નજીવી બાબતે શિક્ષકે ઢોર માર માર્યો.

શિક્ષકે વિદ્યાર્થી સામે પેપર ચોરી કર્યાનો આક્ષપ સાથે વિદ્યાર્થીને માર મારવાનો બચાવ કર્યો, જો કે વિદ્યાર્થીએ આરોપ ફગાવતા તપાસની માગ કરી છે. ધોરણ 8 ના વિદ્યાર્થીને શિક્ષકે સાવ નિર્દય બની એક, 2, 3 નહીં પુરા 25 લાફા ઝીંક્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જે બાદ વિદ્યાર્થીને ઈજા થતા સારવાર માટે ખસેડાયો છે. ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાઈ છે.

વિદ્યાર્થી અને તેના પરિવારનો આક્ષેપ છે કે નાસ્તા માટેની રિસેસમાં તેને ટ્રસ્ટીની ઓફિસમાં બોલાવાયો હતો. જો કે તેના પર પેપર ચોરી કરીને અન્ય ધોરણના વિદ્યાર્થીને પેપર આપ્યાનો આરોપ લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થીએ આરોપ ફગાવીને શાળાના શિક્ષકને CCTV ચેક કરવા કહ્યું હતું. જો કે શિક્ષકે ઉશ્કેરાઈને વિદ્યાર્થીને ઢોર માર માર્યો. ત્યારે હાલ વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો છે.

જો કે આ મામલે શાળાના આચાર્યનું કહેવું છે કે શાળા નવી બની છે. જેથી તેમાં CCTV છે કે કેમ તેની તેમને જાણ નથી. ત્યારે કોઈ પણ પુરાવા વગર બાળકને ઢોર માર મારતા વાલીમાં રોષ ફેલાયો છે.

 

અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?

Published on: Jul 19, 2026 07:43 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">