AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking News : અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ- જુઓ Video

Rain Breaking News : અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ- જુઓ Video

| Updated on: Jul 19, 2026 | 3:11 PM
Share

ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. તેમની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને કચ્છ સુધીના વિસ્તારોમાં સારો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. જેના કારણે ખેતી અને જળસંચયને મોટો ફાયદો થઈ શકે છે.

ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા

ખેડૂતો વરસાદની રાહમાં છે ત્યારે હવે વરસાદનુ ભારેખમ વાહન ગુજરાત તરફ આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણાના, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ 3થી 4 ઇંચ જેટલો પડી શકે છે. મધ્ય ગુજરાત વડોદરા, આણંદ વગેરે ભાગોમાં 3 દિવસમાં વરસાદ 4 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. રાજકોટ,સુરેન્દ્રનગર, મોરબીના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈક કોઈક ભાગોમાં 8થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સુરત અને ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો, ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત, પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">