પશુપાલનનુ હબ કહેવાતા સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગર જિલ્લો પશુપાલનનું હબ હોવા છતાં, વરસાદની અછત અને અલનિનોની અસરને કારણે ગંભીર સંકટમાં છે. ઘાસચારો અને કપાસિયા ખોળના ભાવ આસમાને પહોંચતા, પશુપાલકો માટે દુધાળુ પશુઓનું પાલન મોંઘું બન્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લો પશુપાલનનું હબ ગણાય છે. પરંતુ વરસાદ ખેંચાતા હવે માલધારીઓ અને પશુપાલકો પર હવે સકંટ ઘેરાયું છે. ખાસ કરીને ગાય, ભેંસ, બકરી જેવા દુધાળા પશુઓ પાલન કરીને પોતાની રોજગારી મેળવતા માલધારીઓની સ્થિતિ કફોડી બની છે. વરસાદ ખેંચાતા પશુઓ માટે લીલો ચારો મેળવવો મુશ્કેલ બન્યો છે. ઘાસચારાના વધતા ભાવ, ઉપરાંત પશુ આહાર માટે વપરાતા કપાસિયા ખોળનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં પશુપાલકો માટે દૂધનો વ્યવસાય ખોટનો ધંધો સાબિત થઈ રહ્યો છે. પશુપાલકોની માગણી છે કે સરકાર તાત્કાલિક પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરે.
આ વર્ષે અલનિનોની અસરને પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખેંચાયો છે, જેને કારણે પશુપાલકો અને ખેડૂતોની ભારે કફોડી સ્થિતિ જોવા મળી રહી છે. વાવણી કરી દીધા બાદ વરસાદ ન થવાથી ખેડૂતોને પિયતની સમસ્યા સર્જાઈ છે તો બીજી તરફ પશુપાલકોને તેમના માલઢોર માટે ચરણ મળી ન રહેતા બહારથી મોંઘો ઘાસચારો ખરીદવાની ફરજ પડી રહી છે.
અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા

