AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાના વાઘોડિયાના મઢેલી ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભય , જુઓ Video

Breaking News : વડોદરાના વાઘોડિયાના મઢેલી ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભય , જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2026 | 12:49 PM
Share

વડોદરાના વાઘોડિયાના મઢેલી ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.તળાવના કિનારે પશુપાલકોને ઢોરને પાણી પીવડાવવા જવામાં ડર લાગી રહ્યો છે.

વડોદરા શહેરના વાઘોડિયાના મઢેલી ગામે તળાવમાં મગર દેખાતાં ગ્રામજનોમાં દહેશત જોવા મળી રહી છે.​મઢેલી ગામના તળાવમાં મગર જોવા મળતાં ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તળાવ કિનારે માલ-ઢોરને પાણી પીવડાવવા જતાં પણ ડરી રહ્યા છે. યુપીમાં બાળકને મગર ખેંચી ગયાના વાયરલ વિડિયો બાદ સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો થયો છે.

તળાવમાં મગર દેખાતાં ગ્રામજનોમાં દહેશત

લોકસંપર્ક કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તળાવમાં મગર હોવાની રજૂઆત કરાઈ હતી. વાઘોડિયા તાલુકાના એકથી વધુ ગામોના તળાવોમાં મગરોના વસવાટ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.​ ગ્રામજનો દ્વારા તળાવમાંથી મગરને વહેલી તકે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવા માગ કરી છે.તળાવ આસપાસ રહેતા લોકોને સાવચેતી રાખવા અને એકલા ન જવા સૂચના આપવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકો અને પશુઓને તળાવ નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા મગરની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ઘટનાને પગલે ગામમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

9 ફૂટ લાંબો મહાકાય મગર

વડોદરામાં મગર દેખાવાની ઘટના સામાન્ય બની ગઈ છે. થોડા સમય પહેલા જ વાસણા-ભાયલીમાં 9 ફૂટનો મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગેલેક્સી બંગ્લોઝ પાસે 9 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડ્યો હતો.સ્થાનિકોએ તાત્કાલિક ગૌ રક્ષા સેવા સમિતિના કાર્યકર્તાઓને જાણ કરી હતી. કાર્યકર્તાઓ ઘટનાસ્થળે દોડી આવી સુરક્ષિત રીતે મગરને પકડી પાડ્યો હતો. બાદમાં વન વિભાગને જાણ કરી મગરને તેમના હવાલે સોંપવામાં આવ્યો હતો.
સમયસરની કામગીરીને પગલે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના સર્જાઈ ન હતી.

 

Breaking News : વડોદરામાં વેજ બિરિયાનીના ઓર્ડર બદલામાં ગ્રાહકને ઘરે નોનવેજ બિરિયાની પહોંચી, હોબાળો મચ્યો, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">