અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ નજીક શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન કેન્દ્રનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ, શ્રમિકોને પીરસ્યુ ભોજન

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે. સાથે જ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ શ્રમ અને રોજગાર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા હાજર રહ્યા હતા. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભાવથી ભોજન પીરસ્યુ હતું.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Nov 10, 2023 | 6:03 PM
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ડો. અંજુ શર્માએ શ્રમિકો સાથે બેસીને ભોજન લીધું હતું અને તેમની સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી. આ સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધનવંતરી રથ તેમજ તેના અધિકારીઓ સાથે મુલાકાત કરીને માહિતી મેળવી હતી.

1 / 5
 આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ, પોલીસ કર્મીચારીઓ તેમજ 190થી વધુ શ્રમિકો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને વલસાડ સહિત કુલ 17 જિલ્લામાં આવેલા કુલ 155 કડિયાનાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

2 / 5
આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિક આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની પણ સુવિધા પુરી પાડવામાં આવશે.

3 / 5
ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ-બહેનોને ખૂબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે.

4 / 5
તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પ્રતિ વ્યક્તિ ફક્ત 5 રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">