Gujarati News » Photo gallery » | Actress sahher bambba to be part of action director sanjay guptas new Film
New Film : આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને મીઝાન જાફરી સાથે જોવા મળશે અભિનેત્રી સાહેર બામ્બા
ફિલ્મના પ્રોડક્શન યુનિટના એક સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મના નિર્માતાઓ સહેર બામ્બા સાથે કામ કરવા ઉત્સાહિત છે કારણ કે તે આ પ્રકારની ભૂમિકા માટે સૌથી યોગ્ય છે.
સાહેર બામ્બાએ (Sahher Bambba) બોલિવૂડ એક્ટર સની દેઓલના પુત્ર કરણ દેઓલ સાથે ડેબ્યૂ કર્યું હતું. તેની નવી ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
1 / 5
'પલ પલ દિલ કે પાસ' ફેમ સાહેર બામ્બા ફિલ્મ એક્શન ડિરેક્ટર સંજય ગુપ્તાની(sanjay gupta) નવી થ્રિલર ફિલ્મમાં જોવા મળશે, જેમાં તેની સાથે મીઝાન જાફરી અને હર્ષવર્ધન રાણે(Harshvardhan Rane) સહ-અભિનેતા હશે.
2 / 5
સાહેરે તેની એક્ટિંગથી જ પ્રથમ ફિલ્મમાં ચાહકોના દિલ જીતી લીધા અને 'પલ પલ દિલ કે પાસ'ફિલ્મથી જ સાહેરને નવી ઓળખ મળી.
3 / 5
સાહેરે ફિલ્મો અને મ્યુઝિક વીડિયો સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સ સાઈન કર્યા છે, જેમાંથી સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ પણ તેની યાદીમાં ટોચ પર છે.
4 / 5
ફિલ્મના પ્રોડક્શન યુનિટના એક સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મના નિર્માતાઓ સાહેર બામ્બા સાથે કામ કરવા ઉત્સાહિત છે કારણ કે તે આ પ્રકારની ભૂમિકા માટે સૌથી યોગ્ય છે.એટલું જ નહીં, ફિલ્મની સ્ક્રિપ્ટ અને સાહેરનું પાત્ર નિર્દેશકના વિઝનને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યુ છે.