સરકારનું મોટું પગલુ, હવે આધાર કાર્ડનું થશે ઓફલાઈન વેરિફિકેશન, QR કોડથી ઓળખ બનશે વધુ સરળ
UIDAI ની નવી આધાર ઓફલાઈન વેરિફિકેશન સિસ્ટમ QR કોડ દ્વારા ઓળખ ચકાસણીને સુરક્ષિત અને ઝડપી બનાવે છે. હવે ફોટોકોપીની ઝંઝટ વિના, વપરાશકર્તાઓ પોતાની માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકે છે.

આજકાલ દરેક જગ્યાએ ઓળખ રજૂ કરવાની જરૂર પડે છે. હોટેલમાં ચેક-ઈન કરતા હોય, કોઈ મોટા કાર્યક્રમમાં પ્રવેશતા હોય, કે સોસાયટીના ગેટ પર. દર વખતે આધાર કાર્ડની ફોટોકોપી આપવાની પ્રક્રિયા હવે જૂની થઈ ગઈ છે. UIDAI દ્વારા રજૂ કરાયેલી નવી ઓફલાઈન વેરિફિકેશન સિસ્ટમ હવે QR કોડ દ્વારા ઓળખ ચકાસણીને વધુ સુરક્ષિત, ઝડપી અને અનુકૂળ બનાવશે.

આજના સમયમાં ID શેર કરવી સામાન્ય બાબત છે. પરંતુ વારંવાર કાર્ડની ફોટોકોપી કે સ્ક્રીનશોટ શેર કરવાથી ઓળખ ચોરી અને છેતરપિંડીના જોખમો વધી રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ UIDAIએ આધાર ઓફલાઈન વેરિફિકેશનના રૂપમાં રજૂ કર્યો છે, જે ઓળખ ચકાસણીને નવી દિશા આપે છે, સુરક્ષિત, સરળ અને ઝડપભરી.

આધાર ઓફલાઈન વેરિફિકેશન શું છે તેની આવત કરવામાં એવ તો, આફલાઈન વેરિફિકેશન એવી સિસ્ટમ છે, જેમાં વપરાશકર્તાને પોતાનો સંપૂર્ણ આધાર નંબર અથવા કોઈ સંવેદનશીલ માહિતી શેર કરવાની જરૂર નથી. તેના બદલે, વપરાશકર્તા માત્ર ડિજિટલી સહી કરેલી ફાઇલ અથવા સુરક્ષિત QR કોડ રજૂ કરે છે.

આ QR કોડમાં માત્ર ઓળખ માટેની જરૂરી મૂળભૂત માહિતી જ હોય છે અને તે UIDAI દ્વારા પ્રમાણિત હોય છે. સૌથી મહત્વની વાત, તેમાં બાયોમેટ્રિક્સની જરૂર નથી, લાઇવ ડેટાબેઝ કનેક્શન નથી, તમારી માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ તમારું જ રહે છે

આ સિસ્ટમ ક્યાં ઉપયોગી થશે? તેની વાત કરવામાં આવે તો, આધાર ઓફલાઈન વેરિફિકેશન ખાસ કરીને ત્યાં ઉપયોગી થશે જ્યાં ઓળખ વારંવાર ચકાસવામાં આવે છે, હોટલ અને ગેસ્ટહાઉસ, મોટા જાહેર કાર્યક્રમો અને કોન્સર્ટ, રહેણાંક સોસાયટી અને ઓફિસ એન્ટ્રી, રિટેલ સ્ટોર્સ અને વિવિધ સેવા કેન્દ્રો

પહેલાં લોકો ઓળખ આપવા માટે આધારની ફોટોકોપી ઉપયોગ કરતા, જેના દુરુપયોગની શક્યતાઓ વધતી હતી. હવે તેના બદલે વપરાશકર્તા એક એવી ડિજિટલ ફાઇલ અથવા QR કોડ શેર કરે છે જે સેફ છે અને ફરીથી ઉપયોગ કરી શકાય તેવો નથી.

છેતરપિંડીનું જોખમ કેવી રીતે ઘટશે તેની વાત કરવામાં આવે તો, આ નવી વેરિફિકેશન પદ્ધતિ છેતરપિંડીના જોખમને મોટા પાયે ઘટાડે છે કારણ કે, સંપૂર્ણ માહિતી શેર કરવાની જરૂર રહેતી નથી. ડેટાનો બેંકિંગ અથવા અન્ય સેવાઓમાં દુરુપયોગ થઈ શકતો નથી. QR કોડ માત્ર એકવાર કામ કરે છે. અનધિકૃત ડેટા સ્ટોરેજ અશક્ય છે. આથી ફ્રૉડસ્ટર્સ પાસે તમારી ઓળખ ચોરી કરવા માટે કશુ જ હાથમાં રહેતું નથી.

UIDAIની આ ઓફલાઈન ચકાસણી પદ્ધતિ સાબિત કરે છે કે ઓળખ ચકાસણી સુરક્ષિત, ઝડપી અને સહજ બની શકે છે. વપરાશકર્તા પોતાની માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકે છે અને નક્કી કરી શકે છે કે કઈ માહિતી શેર કરવી અને કઈ નહીં. આ પદ્ધતિ ફક્ત ફોટોકોપી આપવાની ઝંઝટ દૂર કરતી નથી પરંતુ ઓળખ ચકાસણીને વધુ સુરક્ષિત બનાવે છે અને સમગ્ર પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
