Aadhaar Card : કુલ 4 પ્રકારના આધાર કાર્ડ હોય છે, જાણો કયું તમારા માટે શ્રેષ્ઠ છે
Aadhaar Card : આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીયની સૌથી અગત્યનો દસ્તાવેજ બની ગયો છે. આધાર કાર્ડનો ઉપયોગ લગભગ તમામ સરકારી અને ખાનગી કામો માટે થાય છે. આધાર કાર્ડમાં ભારતીય નાગરિકો માટે UIDAI દ્વારા જારી કરાયેલ 12 અંકનો ઓળખ નંબર હોય છે. આધાર કાર્ડ 4 પ્રકારના હોય છે.

આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીયની સૌથી અગત્યનો દસ્તાવેજ બની ગયો છે. આધાર કાર્ડનો ઉપયોગ લગભગ તમામ સરકારી અને ખાનગી કામો માટે થાય છે. આધાર કાર્ડમાં ભારતીય નાગરિકો માટે UIDAI દ્વારા જારી કરાયેલ 12 અંકનો ઓળખ નંબર હોય છે. આધાર કાર્ડ 4 પ્રકારના હોય છે. UIDAIની વેબસાઈટમાં જણાવ્યા અનુસાર આધાર કાર્ડના આ તમામ ફોર્મેટ માન્ય છે.

Aadhaar Letter : તે કાગળ આધારિત લેમિનેટેડ પત્ર છે. તેમાં ઈશ્યુની તારીખ અને પ્રિન્ટ તારીખ સાથેનો સુરક્ષિત QR કોડ છે. આ આધાર લેટર નિઃશુલ્ક મળે છે. તે પોસ્ટ દ્વારા તમારા ઘરે મોકલવામાં આવે છે. આ માટે તમે UIDAIની વેબસાઈટ પરથી 50 રૂપિયાની ફી ભરાઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેની મદદથી તમારો ખરાબ થઇ ગયેલો આધાર લેટર બદલવાનો વિકલ્પ મળે છે.

Aadhaar PVC Card : આ આધાર પીવીસી કાર્ડ્સ પીવીસી સામગ્રીથી બનેલા છે. આ આધાર કાર્ડ હળવા અને ટકાઉ હોય છે. રૂપિયા 50ની ફી સાથે uidai.gov.in અથવા Resident.uidai.gov.in પર જઈને તેને ઓનલાઈન મેળવી શકો છો.

mAadhaar : આ UIDAI દ્વારા બનાવવામાં આવેલ અધિકૃત મોબાઇલ એપ્લિકેશન છે. mAadhaar કોઈપણ શુલ્ક વિના ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ છે. mAadhaar પ્રોફાઇલને સરકારી સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા માન્ય ID પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે. તમે તેનો ઉપયોગ તમારું eKYC શેર કરવા માટે પણ કરવામાં આવે છે.

eAadhaar : આ આધારનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે. તે પાસવર્ડથી સુરક્ષિત છે. તેમાં તમારા ડેટાની સુરક્ષાએ હોય છે. આ માટે ઑફલાઇન ચકાસણી સુવિધા સાથે સુરક્ષિત QR કોડ અંકિત હોય છે. તે UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત હોય છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરીને UIDAI ની વેબસાઇટ પરથી તમારું ઇ-આધાર મેળવી શકો છો.