Business Idea : રોકાણ નાનું અને કમાણી મોટી, આ બિઝનેસથી દર મહિને કમાશો ₹50,000 ! જાણો કેવી રીતે
ભારતમાં સાડી અને ડ્રેસ મટિરિયલનો બિઝનેસ એક ફેશનેબલ અને નફાકારક વ્યવસાય તરીકે ઊભરી રહ્યો છે. બદલાતી ફેશન ટ્રેન્ડ અને ટ્રેડિશનલ ડ્રેસમાં ડિમાન્ડ વધવાથી આ ક્ષેત્રમાં ઝડપથી ગ્રોથ થતો જોવા મળી રહ્યો છે.

સાડી અને ડ્રેસ મટિરિયલનો બિઝનેસ ભારતમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આ બિઝનેસ માટે ખાસ મોટું રોકાણ કરવાની જરૂર નથી. ખાસ વાત એ છે કે, આ બિઝનેસ તમે નાના સ્તરે શરૂ કરી શકો છો અને ધીરે-ધીરે તેને વિકસાવી શકો છો.

શરૂઆતમાં ₹30,000 થી ₹50,000નું રોકાણ કરીને આ ધંધો શરૂ કરી શકો છે. આવકની વાત કરીએ તો, દરરોજ ₹500 થી ₹1500 સુધીનો નફો તમે મેળવી શકો છો. મહિને તમારી આવક ₹15,000 થી ₹50,000 સુધી જઈ શકે છે.

આ બિઝનેસ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, દુકાનનો ભાડા કરાર કે માલિકીની માહિતી, શોપ રજિસ્ટ્રેશન અને જો આવક ₹20 લાખથી વધુ હોય તો GST રજિસ્ટ્રેશનની જરૂર પડે છે.

આ વ્યવસાય શરૂ કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ સાધનસામગ્રીની જરૂર પડે છે. દુકાનમાં શેલ્વ્ઝ હોવું જોઈએ, જેથી માલ સારે રીતે મૂકી શકાય. આ સિવાય લાઇટિંગ અને મિરરની પણ જરૂર પડે છે. બીજું કે, રેકનો ઉપયોગ પણ બલ્ક સ્ટોક સંગ્રહ કરવા માટે થાય છે.

બિલિંગ માટે નોટબુક, બિલ બુક અથવા કમ્પ્યુટર સિસ્ટમ હોવી જોઈએ, જેથી વ્યવસ્થિત ગણતરી અને સ્ટોક મેનેજમેન્ટ કરી શકાય. પેકિંગ માટે કવર, બેગ્સ અને પ્રાઈસ ટૅગ જેવી ચીજવસ્તુઓની પણ જરૂર પડે છે.

હવે માલ ક્યાંથી ખરીદવો? તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ, અમદાવાદમાં રિલીફ રોડ, દિલ્હીમાં ગાંધીનગર માર્કેટ તેમજ જયપુર અને કોલકાતા જેવા શહેરોમાં હોલસેલ ભાવે તમને માલ મળી રહેશે.

માર્કેટિંગ માટે તમારા વિસ્તારમાં વિઝિટિંગ કાર્ડ અને ઓફર સાથે ફલાયર્સ વહેંચો. સોશિયલ મીડિયામાં પ્રોડક્ટ્સ મૂકો અને રોજિંદા અપડેટ કરતા રહો. બિઝનેસને વેગ આપવા માટે વર્ડ ઓફ માઉથ પણ ખૂબ અસરકારક હથિયાર બની શકે છે.

ઘરે બેઠા સાડી કે ડ્રેસ મટિરિયલ વેચવા માટેના ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. Meesho જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે સરળતાથી ઓનલાઇન પ્લેટફોર્મ પર સાડી કે ડ્રેસ મટિરિયલ વેચી શકો છો.

આ વ્યવસાય મહિલાઓ માટે એક અદભૂત સ્ટાર્ટઅપ વિકલ્પ બની શકે છે. જો તમે યોગ્ય પ્લાનિંગ, પ્રોડક્ટ ક્વોલિટી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવો છો, તો ટૂંકા સમયમાં બિઝનેસને પણ વધારી શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
