Rath Yatra 2023: 30,000 કિલો મગ સહિત આ વસ્તુઓમાંથી તૈયાર થશે પ્રસાદ, 18 ગજરાજ અને 30 અખાડા વધારશે ભગવાન જગન્નાથની રથયાત્રાની શોભા
Ahmedabad Rath Yatra 2023 : આગામી 20 જૂન અને અષાઢી બીજે રથયાત્રા છે. અમદાવાદ જગન્નાથ મંદિરની રથયાત્રા રાજ્યની સૌથી મોટી રથયાત્રા હોય છે ત્યારે સુરક્ષા અને આયોજનને લઈ અમદાવાદ પોલીસ છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરી રહ્યું છે. ચાલો જાણીએ રથયાત્રાની તૈયારી અને રુટ વિશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ 146મી રથયાત્રા નીકળશે. દેશના ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં હાજરી આપશે.ગુજરાતના મુખ્યપ્રધાન હસ્તે ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરવામાં આવશે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રથયાત્રામાં હાજર રહેશે. રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે.

રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર ફરશે. રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે.101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે.30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે. અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો પણ આ રથયાત્રામાં હાજરી આપશે.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાબું-કેરી, 500 કિલો કાકડી-બદામ અને 2 લાખ ઉપર્ણા પ્રસાદ આપવામાં આવશે.

રથયાત્રામાં અમદાવાદ શહેરના 13 હજાર પોલીસ કર્મીઓ ઉપરાંત 6 હજાર હોમગાર્ડ, 15 આર્મ્સ ફોર્સની ટુકડીઓ ખડેપગે ઉપસ્થિત રહેશે. આ સિવાય 1500 થી વધુ સીસીટીવી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે.

18 જૂન રવિવારે ભગવાનનો ગૃહ પ્રવેશ, નેત્રોત્સવની વિધિ સવારે 8 વાગે યોજાશે. નેત્રોત્સવનાં દિવસે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે. સંતોનું સન્માન કરવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહેશે.

19 જૂનના રોજ સવારે 10 વાગે સોનાવેશ દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે 9.30 કલાકે ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. મંદિરના પ્રાંગણ માં ત્રણે રથની પ્રતિષ્ઠા વિધિ થશે. સાંજે મુખ્યમંત્રી દ્વારા વિશિષ્ટ પૂજા થશે.

રથયાત્રાનો રુટ - સવારે 7 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ >> 9 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ >> 9.45 વાગ્યે રાયપુર ચકલા >> 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા 11.15 વાગ્યે કાલુપુર સર્કલ >> 12 વાગ્યે સરસપુર >> બપોરે મોસાળમાં વિરામ >> 1.30 વાગ્યે સરસપુરથી પરત >> 2 વાગ્યે કાલુપુર સર્કલ >> 2.30 વાગ્યે પ્રેમ દરવાજા >> 3.15 વાગ્યે દિલ્હી ચકલા >> 3.45 વાગ્યે શાહપુર દરવાજા >> 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ >> 5 વાગ્યે ઘી કાંટા >> 5.45 વાગ્યે પાનકોર નાકા >> 6.30 વાગ્યે માણેકચોક >> 8.30 વાગ્યે નિજ મંદિર પરત