AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંધુ જળ સંધિ શું છે ? ભારતે પાકિસ્તાનને નોટિસ મોકલીને કેમ કહ્યું સમિક્ષા કરો ?

ભારતે સિંધુ જળ સંધિ પર સમીક્ષા માટે, ગત 30 ઓગસ્ટે પાકિસ્તાનને નોટિસ મોકલી હતી, પરંતુ ત્યાંથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. બંને દેશો વચ્ચે વહેતી નદીઓના પાણીની વહેંચણીને લઈને ઘણા વિવાદો થયા છે. પરંતુ ભારત હવે તેને સહન કરવા તૈયાર નથી. મોદી સરકારે પાકિસ્તાનને સમીક્ષા માટે નોટિસ મોકલી છે.

સિંધુ જળ સંધિ શું છે ? ભારતે પાકિસ્તાનને નોટિસ મોકલીને કેમ કહ્યું સમિક્ષા કરો ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2024 | 7:10 PM
Share

ભારત સરકારે સિંધુ જળ સંધિની સમીક્ષા માટે પાકિસ્તાન સરકારને કડક શબ્દોમાં નોટિસ મોકલી છે. ભારતે પાકિસ્તાનને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે આ કરાર ઘણો જૂનો છે અને તે સંધિમાં બદલાવ ઈચ્છે છે. આ કરાર બંને દેશો વચ્ચે સિંધુ નદીના પાણીની વહેંચણીને લઈને કરવામાં આવ્યો હતો. ભારતે મોકલેલી નોટિસમાં દલીલ કરી છે કે 1960માં આ સમજૂતી પર હસ્તાક્ષર થયા ત્યારથી બંને દેશો વચ્ચેના સંજોગોમાં ઘણા ફેરફારો થયા છે, તેથી આ સંધિમાં પણ ફેરફારની જરૂર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે સિંધુ જળ સંધિની સમીક્ષા માટે કલમ 12 (3) હેઠળ 30 ઓગસ્ટે જ ઔપચારિક નોટિસ મોકલી હતી. જો કે આ અંગે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. નોટિસ મોકલ્યાને લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે. ભારત માને છે કે, છેલ્લા છ દાયકામાં ભારતની વસ્તી વધી છે અને ખેતીની જરૂરિયાતો બદલાઈ છે, તેથી પાણીની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સિંધુ જળ સંધિની પણ સમીક્ષા કરવી જોઈએ.

સિંધુ જળ સંધિ શું છે?

નદીના પાણીના વિતરણને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો આ કરાર છે. આ સંધિ 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં થઈ હતી. આ સંધિ પર ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી કરી હતી. વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રની પહેલ બાદ બંને દેશો વચ્ચે પાણીની વહેંચણીને લઈને તણાવ ઓછો થયો હતો.

1960 માં હસ્તાક્ષર કરાયેલ સિંધુ જળ સંધિ હેઠળ, ભારતને પૂર્વ ભાગની ત્રણ નદીઓ, જેમ કે બિયાસ, રાવી અને સતલજ પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે પાકિસ્તાનને સિંધુ, ચિનાબ અને ઝેલમ એમ એ ત્રણ નદીઓ પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. આ નદીઓના પાણીના ઉપયોગને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી. પાણીની માત્રા નક્કી કરવામાં આવી હતી.

આઝાદી પછીથી વિવાદ

સિંધુ નદી ચાર દેશો વચ્ચે વિવાદનો વિષય રહી છે. 1947માં દેશને આઝાદી મળી ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. આ ચાર દેશો છે- ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન. જ્યારે આ નદી તિબેટમાંથી વહે છે. આ નદીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા વિવાદો થયા છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે, જ્યારે ભારતે 1948માં જ તેને પાણી આપવાનું બંધ કરી દીધું, ત્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી. જે પછી, સંયુક્ત રાષ્ટ્રની પહેલ પર, વિશ્વ બેંકે આ કરાર 1954માં કરાવ્યો, જેના પર 1960માં જ હસ્તાક્ષર થઈ શક્યા.

કાયમી સિંધુ કમિશનની પણ સ્થાપના કરવામાં આવી હતી

તે પછી, પાણીની વહેંચણીના વિવાદને ધ્યાનમાં રાખીને, સંયુક્ત રાષ્ટ્રએ કાયમી સિંધુ કમિશનની સ્થાપના કરી હતી. આ સંધિ અનુસાર ભારત આ નદીના 20 ટકા પાણીનો સ્થાનિક ઉપયોગ માટે અને પાકિસ્તાન 80 ટકા પાણીનો ઉપયોગ કરી શકશે. પરંતુ બાદમાં, બંને દેશોએ એકબીજા પર અતિક્રમણ અને તેના ઉપયોગમાં નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો.

જો કે, કરાર મુજબ, કુદરતી આફત અથવા પૂર જેવા વિશેષ સંજોગોમાં, પાણીનો નિકાલ મુક્તપણે કરી શકાય છે. ઓપરેશન દરમિયાન ભારત અને પાકિસ્તાનની સરહદની હદ પર કોઈ ઔપચારિક પ્રતિબંધ રહેશે નહીં. બંને દેશો એક બીજા પર આરોપ લગાવી શકતા નથી કે નકારી શકતા નથી.

સંધિ સમીક્ષા કેટલી ઉપયોગી છે?

સરહદ પર વહેતી નદીઓ જમ્મુ-કાશ્મીર અને પંજાબ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે સતલજ નદી પર ત્રણ ભાકરા ડેમ, બિયાસ નદી પર પોંગ અને પંડોહ ડેમ અને રાવી પર રણજીત સાગર ડેમ બનાવ્યા છે. એક માહિતી અનુસાર, પાકિસ્તાનમાં રાવીમાંથી દર વર્ષે લગભગ 2 MAF પાણી વેડફાય છે. ભારતે તેને રોકવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, શાહપુર કાંડી પ્રોજેક્ટ પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં ખેતી અને પાવર પ્રોજેક્ટ્સમાં થીન ડેમમાંથી આવતા પાણીનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">