TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ધૂમ, દેશ વિદેશના 250 સ્ટોલ્સે જમાવ્યું આકર્ષણ
જો તમે પરિવાર સાથે દુર્ગા પૂજા અને દશેરાના તહેવારમાં ક્યાય ફરવા જવાનું વિચારી રહ્યાં હોવ તો, દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિમય જજો. TV9 ભારતવર્ષનો ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયા શરૂ થયુ છે. જેમાં કપડાં, ઘરનાં ઉપકરણો, સંગીત અને સ્વાદિષ્ટ વાનગીઓ સહીત વિવિધ ચીજવસ્તુઓને લગતા દેશ વિદેશના 250 સ્ટોલ્સ પણ છે. જેમાં TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના પહેલા દિવસથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે.
દુર્ગાપૂજા અને દશેરાના પર્વ ઉપર TV9 ભારતવર્ષ દ્વારા પાંચ દિવસીય TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલમાં માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાંથી બિઝનેસમેન આવ્યા છે. વિદેશી વેપારીઓએ તેમની ઉત્તમ ચીજવસ્તુઓના વેચાણ અર્થે અહીં 250 જેટલા સ્ટોલ લગાવ્યા છે. આમાં અબાલ વૃદ્ધથી માંડીને મહિલાઓ માટેની વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે.
મહિલાઓ માટે ઘરેણાં, પર્સ, સાડી, સૂટ વગેરેની વિવિધ ડિઝાઇન ઉપલબ્ધ છે. અહીં બાળકો માટે જાદુઈ કીટ અને વૃદ્ધો માટે સાંધાના દુખાવામાં રાહત આપતું થાઈલેન્ડનું બામ પણ છે. તો બીજી બાજુ તમારા ઘરને સજાવવા માટે શુસોભનની શ્રેષ્ઠ વસ્તુઓ પણ વેચાણ અર્થે છે. આજે 9મી ઓક્ટોબરથી શરૂ થયેલો TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા આગામી 13મીએ પૂર્ણ થશે.
આજે બુધવારે બપોરના બાર કલાકે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે દુર્ગા પૂજા બાદ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં બાળકોની ખાસ કાળજી રાખવામાં આવી છે. ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં બાળકોના મનોરંજન માટે અનેક પ્રકારના જાદુ, નાટકોનું આયોજન કરવામાં આવેલ છે. દાખલા તરીકે તરીકે, રૂમાલમાંથી પૈસા ગાયબ કરવા, રૂમાલમાંથી પાણી નીચે ન પડવું, દોરડું કાપીને તેની ગાંઠ ગાયબ કરવી વગેરે જેવા હાથની કરામતના જાદુ જોવા મળશે.
આસામની સાડીઓએ મહિલાઓનુ દિલ જીતી લીધું
ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આવતી મહિલાઓને આસામની સાડીઓ ઘણી પસંદ આવી રહી છે. આ બધી સાડી હેન્ડલૂમ પ્રોડક્ટ્સ છે. આસામની સાડીઓ પર આકર્ષક ભરતકામ છે જે મહિલાઓને ખુબ જ પસંદ આવી રહી છે. આસામની પરંપરાગત સાડી મંગા પણ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ઉપલબ્ધ છે, જેમાં હસ્તકળાથી કરેલ કાર્ય જોઈ શકાય છે. આ સાડીઓની કિંમત સામાન્યથી માંડીને પૈસે ટકે સુખી સંપન્ન લોકોને પરવડે તેવા 1000 રૂપિયાથી માંડીને 18 હજાર રૂપિયા સુધીની છે.
દુબઈના પરફ્યુમનો સ્ટોલ
દુબઈથી આવેલા બિઝનેસમેનનું કહેવું છે કે, તેણે પહેલીવાર દિલ્હીમાં આયોજીત ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં સ્ટોલ લગાવ્યો છે. તેને પહેલા જ દિવસે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્ટોલ પર દુબઈના જાણીતા પરફ્યુમ અનેક વેરાયટીમાં ઉપલબ્ધ છે. પરફ્યુમની સુગંધ ખૂબ જ મનમોહક છે. તેની પ્રારંભિક કિંમત ₹500 થી શરૂ થાય છે. ફ્રેન્ચ, દુબઈ પરફ્યુમ અને અત્તર ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે અહીં પરફ્યુમ બનાવવામાં આવે છે અને આપવામાં આવે છે.
અફધાનિસ્તાનનો સુકોમેવો
અફઘાનિસ્તાનથી લાવેલા સુકા મેવા પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્ટોલના માલિક મયિમ સુલતાનીએ જણાવ્યું કે, ગયા વર્ષે પણ તેમણે ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં સ્ટોલ લગાવ્યો હતો અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેથી આ વર્ષે પણ અફઘાનિસ્તાનના સુકોમેવા, જેવા કે અંજીર, બદામ, ખજૂર, કાજુ અને કિસમિસ બધું જ ઉપલબ્ધ છે. અહીંનું સૌથી આકર્ષક કેન્દ્ર કોરિયન સ્ટોલ છે. અહીં મહિલાઓ માટે આર્ટિફિશિયલ જ્વેલરીની સાથે તમને દરેક વસ્તુ મળશે જે કોઈપણ મહિલાની સુંદરતામાં વધારો કરશે.
દુખાવામાં રાહત આપતુ થાઇલેન્ડનુ બામ
વૃદ્ધોના શરીરના દરેક દર્દને દૂર કરવામાં થાઈલેન્ડનું બામ જાણીતુ છે. થાઈલેન્ડના એક બિઝનેસમેનનું કહેવું છે કે, દુખાવાની જગ્યાએ બામ લગાવવાથી તીવ્ર દુખાવામાં રાહત મળે છે. આ બામ માથાનો દુખાવો, શરીરના દુખાવા, ઘૂંટણના દુખાવા અને માંસપેશીઓના દુખાવામાં રાહત આપવા માટે ખુબ જ ફાયદાકારક છે.