રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે ભારતીય નહીં, સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં કરી અરજી
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ, રાહુલ ગાંધીની નાગરિકતા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગયા અઠવાડિયે જ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંઘીની નાગરિકતાને લઈને કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા હાઈકોર્ટ યોગ્ય આદેશ આપે.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી અરજી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગયા અઠવાડિયે જ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંઘીની નાગરિકતાને લઈને કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા હાઈકોર્ટ યોગ્ય આદેશ આપે.
આ સિવાય સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટ પાસે માંગ કરી છે કે તે કેન્દ્ર સરકાર પાસેથી મારી ફરિયાદ પર સ્ટેટસ રિપોર્ટ માંગે. ઓગસ્ટ 2019માં સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે અને તેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ પણ છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 9ને ટાંકીને સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી માત્ર એક જ દેશના નાગરિક બની શકે છે. નાગરિકતા અધિનિયમ 1955નો ઉલ્લેખ કરતા સ્વામીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાસેથી ભારતીય નાગરિકતા છીનવી લેવી જોઈએ.
બંધારણનો ઉલ્લેખ કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે જો કોઈ નાગરિક બીજા દેશની નાગરિકતા લે છે, તો તેણે ભારતીય નાગરિકતા છોડવી પડે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા 20 એપ્રિલ 2019ના રોજ રાહુલ ગાંધીને નોટિસ પણ મોકલવામાં આવી હતી.
આ નોટિસનો વિષય નાગરિકતા સંબંધિત ફરિયાદ હતી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે રાહુલ ગાંધી બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપની બેકલોપ્સ લિમિટેડના ડિરેક્ટરોમાંના એક છે. તેમણે દાવો કર્યો હતો કે, કંપનીએ 2005 અને 2006માં વાર્ષિક રિટર્ન ફાઈલ કર્યું હતું. તેમના મતે રાહુલ ગાંધીની જન્મતારીખ 19 જૂન, 1970 છે. આ સિવાય રાહુલ ગાંધીને બ્રિટનનો નાગરિક ગણાવ્યો છે.
હવે સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં કહ્યું છે કે મેં કેન્દ્ર સરકારને આ ફરિયાદ પર સ્ટેટસ અપડેટ માટે ઘણી વખત કહ્યું છે, જેનો કોઈ જવાબ મળ્યો નથી. સુબ્રમણ્યમ સ્વામીએ હવે કોર્ટ પાસે માંગ કરી છે કે, સરકારને આ મુદ્દે કાર્યવાહીની સ્થિતિ વિશે હાઈકોર્ટે પૂછવું જોઈએ.