વાહ રે ભારતીય કાનૂન! પુલવામા હુમલામાં માર્યા ગયેલાં CRPFના જવાનોને સરકારી કાગળોમાં નહીં મળે ‘શહીદ’નો દરજ્જો

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના 37 જવાનો સરકારી રેકૉર્ડમાં શહીદ નહીં ગણાય. TV9 Gujarati   Web Stories View more હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી ! સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે Liver […]

વાહ રે ભારતીય કાનૂન! પુલવામા હુમલામાં માર્યા ગયેલાં CRPFના જવાનોને સરકારી કાગળોમાં નહીં મળે 'શહીદ'નો દરજ્જો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 9:57 AM

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના 37 જવાનો સરકારી રેકૉર્ડમાં શહીદ નહીં ગણાય.

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?
બોલિવુડની હોટ અભિનેત્રી નાની બનતા ઝુમી ઉઠી, જુઓ ફોટો

એક તરફ આખો દેશ આ આતંકી હુમલાથી રોષે ભડક્યો છે, આ હુમલામાં જે જવાનો શહીદ થયા, તેમની શહાદતથી દેશમાં ગુસ્સાના માહોલ છે, તો બીજી તરફ દેશ માટે જાન કુર્બાન કરી દેનાર આ જાંબાઝ જવાનોને શહીદનો દરજ્જો નહીં મળે, કારણ કે આપણા દેશના નિયમ આડે આવે છે.

જ્યારથી હુમલો થયો, ત્યારથી જ આખો દેશ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના માર્યા ગયેલા 37 જવાનોને શહીદ તરીકે સંબોધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય નેતાઓ અને દેશનો એક-એક દેશભક્ત નાગરિક આ જવાનોને સલામ કરી રહ્યો છે અને સાથે-સાથે તેમને શહીદ કહી રહ્યો છે.

પરંતુ CRPF, BSF, ITBP કે આવી જ કોઈ ફોર્સ કે જેને પૅરામિલિટ્રી ફોર્સ (અર્ધસૈનિક દળ) કહેવાય છે, તેના જવાનનું જો ડ્યૂટી દરમિયાન મોત થઈ જાય, તો તેને શહીદનો દરજ્જો નથી મળતો. બીજી બાજુ આર્મી, નેવી અને ઍરફોર્સના જવાનોને આવી પરિસ્થિતિમાં થયેલા મોત પર શહીદનો દરજ્જો મળે છે. ત્રણેય સેનાઓ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે, જ્યારે અર્ધસૈનિક દળો ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે.

અર્ધસૈનિક દળો સાથે ભેદભાવ કેમ ?

વાત શહીદના દરજ્જામાં ભેદભાવની હોય કે પછી પેંશન, સારવાર, કૅંટીન સુવિધાઓ કે જે સેનાના જવાનોને મળે છે, તે અર્ધસૈનિક દળોને નથી મળતી. સરહદ પર ગોળી જો સેનાનો જવાન ખાય, તો બીએસએફના જવાનને પણ ગોળી જ મળે છે, તેની પણ જાન જ જાય છે. સેના બાહ્ય ખતરાઓથી દેશની રક્ષા કરે છે, જ્યારે સીઆરપીએફ સહિતના અર્ધસૈનિક દળો આંતરિક સુરક્ષા સંભાળે છે. અર્ધસૈનિક દળોનો જવાન જો આતંકવાદી કે નક્સલવાદી હુમલામાં માર્યો જાય, તો તેને માત્ર મોત જ મળે છે, તેને શહીદનો દરજ્જો નથી મળતો.

શહીદ સૈન્ય જવાનના પરિજનોને રાજ્ય સરકારોમાં નોકરીમાં કોટા, શિક્ષણ સંસ્થાઓમાં તેમના બાળકો માટે સીટો અનામત હોય છે, પણ અર્ધસૈનિક દળોના જવાનોને આવી સુવિધાઓ નથી મળતી. એટલું જ નહીં, અર્ધસૈનિક દળોના જવાનોને પેંશનની સુવિધા પણ નથી મળતી. જ્યારથી સરકારી કર્મચારીઓનું પેંશન બંધ થયું, ત્યારથી સીઆરપીએફ-બીએસએફ જવાનોનું પેંશન પણ બંધ કરી દેવાયું છે.

[yop_poll id=1427]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">