WITT 2025: “દુનિયાના સૌથી સન્માનિત અને પ્રભાવશાળી નેતા છે” વડાપ્રધાન મોદી, PM મોદીના સ્વાગતમાં બોલ્યા TV9ના CEO & MD બરુન દાસ
What India Thinks Today: TV9 નેટવર્કના મહામંચમાં આજે પીએમ નરેન્દ્ર મોદી સામેલ થયા. તેમની ઉપસ્થિતિ આજે TV9 નેટવર્કના CEO બરુનદાસે તેમની વાત રાખી. બરુન દાસે તેમના સંબોધનની શરૂઆત નરેન્દ્ર મોદી, માઈ હોમ ગૃપના ચેરમેન ડૉ રામેશ્વર રાવના અભીવાદન સાથે કરી. સાથે જ બરુન દાસે ભારત અને વિશ્વમાંથી આવેલા તમામ વિશેષ મહેમાનો અને યુવાનોનું સ્વાગત કર્યુ.
TV9 નેટવર્કના મેગા ઈવેન્ટ What India Thinks Today ના ત્રીજા સંસ્કરણનો આજથી દિલ્હીમાં પ્રારંભ થયો છે. આ બે દિવસીય કાર્યક્રમ ભારત મંડપમમાં થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ મહામંચનો શુભારંભ કરવામાં આવ્યો. PM મોદીના ભવ્ય સ્વાગત બાદ TV9 નેટવર્કના CEO અને MD બરુન દાસે તેમની વાત રાખી. બરુન દાસે તેમના સંબોનની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માઈ હોમ ગૃપના ચેરમેન જ઼ રામેશ્વર રાવના અભિવાદન સાથે કર્યુ. સાથે જ તેમણે આ ઈવેન્ટ માં ભાગ લઈ રહેલા દેશ-વિદેશના તમામ ખાસ મહેમાનો, યુવાનોનું પણ સ્વાગત કર્યુ.
TV9 નેટવર્કના CEO અને MD બરુણ દાસે કહ્યું, આ મારા માટે સન્માનની વાત છે કે TV9 ના ત્રીજી What India Thinks Today સમિટમાં આપ સૌનું સ્વાગત કરી રહ્યો છુ. જેમ આપણે બધા જાણીએ છીએ, મોદીજીના વિઝનનો મૂળ મંત્ર છે ‘ઈન્ડિયા ફર્સ્ટ’. ‘વિકસિત ભારત 2047’ના ધ્યેયને હાંસલ કરવા માટે PM મોદી ભારતની ત્રણ મોટા વર્ગો પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. જેમા ભારતના યુવાન, નારીશક્તિ અને પ્રવાસી ભારતીયો સામેલ છે.
પ્રવાસી ભારતીયો પર TV9 નું ફોક્સ
વિકસિત ભારત 2047 ના ઠરાવને યાદ કરતાં બરુણ દાસે કહ્યું, “હું હંમેશા માનું છું કે મહિલાઓનું સશક્તિકરણ અને તેમનું નેતૃત્વ સમાજની પ્રગતિનો પાયો હોવો જોઈએ. તેથી, આજે અમે બાકીના બે વિભાગો – યુવાનો અને પ્રવાસી ભારતીયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. NRIs વિશે વાત કરીએ તો, TV9 નેટવર્કે ગત વર્ષે જર્મનીના સ્ટટગાર્ટમાં ‘News9′ ગ્લોબલ સમિટ’ નું આયોજન કી આ દિશામાં એક પહેલ કરી હતી, આ વર્ષે આ ઈવેન્ટ હજુ પણ મોટી થઈ રહી છે.”
TV9 નો આંતરરાષ્ટ્રીય વિસ્તાર
TV9 નેટવર્કના CEO અને MD બરુણ દાસે કહ્યું કે આ વખતે તેમના એજન્ડામાં વધુ બે દેશો UAE અને અમેરિકા છે, જ્યાં ગ્લોબલ સમિટ યોજાશે. બરુણ દાસે જણાવ્યું હતું કે, “અમારા ચેરમેન ડૉ. રામેશ્વર રાવના માર્ગદર્શન હેઠળ, TV9 આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરી રહ્યું છે. આજે અમારા આ મંચના માધ્યમથી વડાપ્રધાન મોદીનું ઐતિહાસિક સંબોધન લંડન, અબુ ધાબી, પેરિસ, મ્યુનિક અને મેલબોર્નમાં લાઈવ જોવામાં આવી રહ્યુ છે.”
પીએમ મોદીનો યુવાનો પ્રત્યે લગાવ
ભારતના યુવાનો વિશે વાત કરતા બરુણ દાસે કહ્યું, “મેં જોયું છે કે જ્યારે પણ વડાપ્રધાન યુવાનો સાથે વાત કરે છે ત્યારે એક અલગ જ ઉર્જા હોય છે. આ જોઈને મને હંમેશા એવું લાગે છે કે મોદીજીને યુવાનો વધુ પસંદ છે કે મોદીજીને યુવાનોને વધુ પસંદ છે? આજે આપ સહુએ જાતે જ આ અનોખા સંબંધને જાતે નિહાળ્યો છે. જ્યારે આપ ‘ઈન્ડિયા ફર્સ્ટ’ કહો છો, ત્યારે તેનો અર્થ ‘માત્ર ભારત’ નથી હોતો.”
લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટનો કર્યો ઉલ્લેખ
TV9 નેટવર્કના CEO અને MD બરુણ દાસે પણ વડાપ્રધાન મોદીના લેક્સ ફ્રિડમેન સાથેના તાજેતરના પોડકાસ્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “વિષયોના ઊંડાણ અને વિવિધતાના સંદર્ભમાં એ ઈન્ટરવ્યુ બહેતરીન હતો જો કે મારા માટે તો તે જીવન અને નેતૃત્વ પર એક માસ્ટર ક્લાસ હતો. જ્યારે હું મોદીજીને સાંભળી રહ્યો હતો, ત્યારે મને સ્વામી વિવેકાનંદની યાદ આવી, જેમણે આટલી સ્પષ્ટતા અને સંવેદના સાથે વિશ્વ સાથે સંવાદ કર્યો હતો.”
મહાન હસ્તીઓમાં હોય છે આ મોટી ત્રણ વાતો
વધુમાં તેમના સંબોધનમાં ટીવી9 નેટવર્કના CEO અને MD બરુણ દાસે જણાવ્યું હતું કે વિશ્વની મહાન હસ્તીઓમાં આ ત્રણ બાબતો અચૂક હોય છે.
- પ્રથમ- તેમની અનન્ય વિચારસરણી, જે તેમને વર્તમાન અને ભૂતકાળનું વિશ્લેષણ કરીને ભવિષ્યની આગાહી કરવામાં મદદ કરે છે.
- બીજું- તે દિલથી બોલે છે, અને તેના અવાજની એવી અસર ઉભી થાય છે કે તેમની વાત પુરી દુનિયા સુધી પહોંચે છે.
- ત્રીજું- તેઓ તેમના કાર્યમાં એક મોટો ઉદ્દેશ્ય રાખે છે અને તે છે સમગ્ર વિશ્વનું કલ્યાણ. બરુણ દાસે કહ્યું કે જ્યારે હું વડાપ્રધાનને સાંભળું છું, ત્યારે તેમના શબ્દોમાં વારંવાર વૈશ્વિક સમૃદ્ધિ અને સહુના વિકાસનો વિચાર વારંવાર દેખાય છે.
બરુણ દાસે કહ્યું કે આજે આખું વિશ્વ ભારતને ‘વિશ્વ બંધુ’ એટલે કે ‘ગ્લોબલ ફ્રેન્ડ’ તરીકે જોઈ રહ્યું છે અને તેમાં કોઈ શંકા નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી અને સન્માનિત રાજનેતા છે. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે રાજકારણીનું હૃદય તેના મગજમાં હોવું જોઈએ, વડાપ્રધાને આ સાબિત કર્યું છે અને આખી દુનિયા તમારા નેતૃત્વને ખૂબ ધ્યાનથી જોઈ રહી છે. અમે આભારી છીએ કે તમે આજે આ સમિટમાં આવીને અમારી શોભા વધારી.”