AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivangi Singh: Rafale ફાઈટર પ્લેન ઉડાવનાર ભારતની એકમાત્ર મહિલા પાઈલટે Republic Day પરેડમાં ભાગ લીધો

IAF શિવાંગી સિંહઃ બનારસની દીકરી શિવાંગી સિંહ પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાફેલ સાથે જોવા મળી હતી. રાફેલ ફાઈટર જેટ ઉડાવનાર તે ભારતની એકમાત્ર મહિલા પાઈલટ છે.

Shivangi Singh: Rafale ફાઈટર પ્લેન ઉડાવનાર ભારતની એકમાત્ર મહિલા પાઈલટે Republic Day પરેડમાં ભાગ લીધો
First woman Rafale jet fighter Shivangi Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 3:37 PM
Share

દેશની પ્રથમ મહિલા રાફેલ(Rafale) જેટ પાયલોટ ફ્લાઇટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહે (Flight Lieutenant Shivangi Singh) બુધવારે પ્રજાસત્તાક દિવસના(Republic Day) અવસરે ભારતીય વાયુસેના (Indian Air Force)ની ઝાંખીમાં ભાગ લીધો હતો. ભારતીય વાયુસેનાની ઝાંખીનો ભાગ બનનાર તે બીજી મહિલા ફાઈટર જેટ પાઈલટ છે. ગયા વર્ષે, ફ્લાઇટ લેફ્ટનન્ટ ભાવના કંથ IAFની ઝાંખીનો ભાગ બનનાર પ્રથમ મહિલા ફાઇટર જેટ પાઇલટ બની હતી. શિવાંગી સિંહ બનારસના છે. તે 2017માં IAFમાં જોડાઈ હતી. રાફેલ ઉડાડતા પહેલા તેણે મિગ-21 બાઇસન એરક્રાફ્ટ ઉડાડ્યું હતું.

શિવાંગી સિંહ પંજાબના અંબાલા સ્થિત IAFની ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો ભાગ છે. તે ફુલવરિયા વિસ્તારમાં રહેતા વેપારી કુમારેશ્વર સિંહની પુત્રી છે. સાયન્સમાં ગ્રેજ્યુએશન દરમિયાન જ તેઓ એર NCCમાં જોડાયા હતા. શિવાંગીએ સૌપ્રથમ BHUમાં વિમાન ઉડાવવાની તાલીમ લીધી હતી. તેમના દાદા પણ ભારતીય સેનામાંથી હતા. શિવાંગી સિંહને તેમની પાસેથી પ્રેરણા મળી અને તે પણ દેશની સેવા કરવા એરફોર્સમાં જોડાઈ.

રાફેલ ફાઈટર પ્લેનની વાત કરીએ તો તેનું નિર્માણ ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન(Dassault Aviation) દ્વારા કરવામાં આવ્યું છે. તેની પ્રથમ બેચ 29 જુલાઈ, 2020 ના રોજ આવી હતી. ભારત ફ્રાન્સ પાસેથી 36 એરક્રાફ્ટ ખરીદી રહ્યું છે. કંપની પાસેથી રાફેલ ફાઈટર જેટ ખરીદવા માટે 2016માં કરાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 32 રાફેલ જેટ IAFને આપવામાં આવ્યા છે અને ચાર આ વર્ષે એપ્રિલ સુધીમાં આવવાની ધારણા છે. ફ્રાન્સ અને ભારતની સરકારે સપ્ટેમ્બર 2016માં 7.8 બિલિયન યુરો (લગભગ $8.8 બિલિયન)ના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

IAF ની ઝાંખી ‘ભારતીય વાયુસેનાનું ભવિષ્ય માટે પરિવર્તન’ થીમ પર આધારિત હતી. આ દરમિયાન, રાફેલ ફાઇટર એરક્રાફ્ટ, સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને 3D સર્વેલન્સ રડાર Aslesha MK-1 ના મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમાં મિગ-21 ફાઈટર એરક્રાફ્ટનું નાનું મોડલ પણ સામેલ હતું, જેણે 1971ના યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, જેના કારણે બાંગ્લાદેશ(Bangladesh) નામના અલગ દેશનો જન્મ થયો. આ સાથે ભારતના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એરક્રાફ્ટ Gnat નું મોડલ પણ સામે આવ્યું.

આ પણ વાંચો:

2 પગ, 4 હાથ અને 2 હૃદય ! જોડિયા ભાઈઓની અનોખી કહાની, બે અલગ અલગ વોટર કાર્ડથી પહેલીવાર કરશે મતદાન

આ પણ વાંચો:

Video: કડકડતી ઠંડીમાં ITBP જવાનોમાં Republic Day 2022નો ઉત્સાહ, હિમવીરોએ માઈનસ 35 ડિગ્રીમાં તિરંગો ફરકાવ્યો

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">