Video: કડકડતી ઠંડીમાં ITBP જવાનોમાં Republic Day 2022નો ઉત્સાહ, હિમવીરોએ માઈનસ 35 ડિગ્રીમાં તિરંગો ફરકાવ્યો
દેશભરમાં આજે 26મી જાન્યુઆરીએ 73મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સૈનિકોએ લદ્દાખમાં માઈનસ 35 ડિગ્રી જેવા દુર્ગમ વિસ્તારોમાં તિરંગો લહેરાવ્યો છે.
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (Indo Tibetian Border Police-ITBP)ના જવાનોએ હિમાચલ પ્રદેશમાં 16,000 ફૂટની ઊંચાઈએ ગણતંત્ર દિવસ 2022ની (Republic Day 2022) ઉજવણી કરી. સાથે સાથે ITBPના હિમવીરોએ લદ્દાખ (Ladakh) સરહદ પર -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 15000 ફૂટની ઉંચાઈએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતી કૂચ પસાર કરી. આ સાથે ITBPએ તેના સૈનિકો દ્વારા ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. આ દરમિયાન, સૈનિકોએ ITBP ફ્લેગ્સ અને ત્રિરંગો એકસાથે લહેરાવ્યો, જ્યારે બીજી તરફ (ITBP) સૈનિકોએ ઉત્તરાખંડમાં -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 14,000 ફૂટની ઊંચાઈએ ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી.
#WATCH | ‘Himveers of Indo-Tibetan Border Police (ITBP) celebrate #RepublicDay at 15000 feet altitude in -35 degree Celsius temperature at Ladakh borders.
(Source: ITBP) pic.twitter.com/JvHchY99AE
— ANI (@ANI) January 26, 2022
આ સાથે જ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડના Auli વિસ્તારમાં 11,000 ફૂટની ઊંચાઈએ ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી. આ સાથે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડમાં -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉત્સાહથી તિરંગો ફરકાવ્યો હતો. આ હિમવીરોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા. આ સાથે હાથમાં ધ્વજ સાથે તેમણે બરફથી ઢંકાયેલા પહાડ ઉપર માર્ચ પણ કાઢી હતી.
#WATCH Indo-Tibetan Border Police ‘Himveers’ celebrate the 73rd Republic Day at 11,000 feet in minus 20 degrees Celsius at Auli in Uttarakhand pic.twitter.com/1nhbrOWSp3
— ANI (@ANI) January 26, 2022
અટારી-વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ
ભારતમાં આજે 73માં ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અટારી-વાઘા બોર્ડર પર પણ જશ્નનો માહોલ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force) અને પાકિસ્તાની રેન્જર્સે એકબીજા સાથે મીઠાઈની આપ-લે કરીને ઉજવણી કરી હતી. આ અનોખી ઉજવણીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા
મહત્વપૂર્ણ છે કે ગણતંત્ર દિવસના અવસર પર જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસકર્મીઓ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રસ્તાઓ પર વાહનોની તપાસ કરતા જોવા મળ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીએ કહ્યું, “શહેરમાં દરેક જગ્યાએ ચેક પોસ્ટ મૂકવામાં આવી છે. આ સાથે જ આવનારા અને જનારા તમામ વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: VIDEO: ગણતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ, BSF અને પાકિસ્તાની રેન્જર્સે મીઠાઈની કરી આપ-લે
આ પણ વાંચો: Republic Day 2022 : વડાપ્રધાન મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જવાનો માટે લખ્યો આ સંદેશ