મોબાઈલ સિમ કાર્ડના એક કિનારા પર કેમ હોય છે કટ ? જાણો તેની પાછળનું કારણ
સામાન્ય સિમ કાર્ડ એક કિનારા પરથી કપાયેલો હોય છે. તે સિમ કાર્ડને (Mobile SIM card) મોબાઈલ ફોનમાં જ્યાં લગવવામાં આવે છે, તે સ્લોટની ડિઝાઈન પણ તેના પ્રમાણે જ હોય છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

Tech Knowledge : ટેકનોલોજીએ માણસના જીવનને વધારે સરળ અને સુવિધાથી યુક્ત બનાવ્યુ છે. સમયની સાથે સાથે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ઘણો ફેરફાર આવે છે. આજે લોકો ટચ સ્ક્રિન મોબાઈલ વાપરે છે, જે 2 દશક પહેલા ન હતા. મોબાઈલથી લઈને તેના સિમ કાર્ડ સુધી ઘણા ફેરફાર માનવ સમાજે જોયા છે. જેના કારણે લોકોની સુવિધામાં વધારો થયો છે. મોબાઈલ સિમ કાર્ડ, પહેલા સામાન્ય હતા. પણ હવે તેમાં ચોંકાવનારો ફેરફાર થયો છે. સામાન્ય સિમ કાર્ડ એક કિનારા પરથી કપાયેલો હોય છે. તે સિમ કાર્ડને (Mobile SIM card) મોબાઈલ ફોનમાં જ્યાં લગવવામાં આવે છે, તે સ્લોટની ડિઝાઈન પણ તેના પ્રમાણે જ હોય છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.
ઘણા લોકોને એ સવાલ થતો હોય છે કે સિમ કાર્ડમાં ફેરફાર કેમ કરવામાં આવે છે ? સિમ કાર્ડમાં એક કિનારા પર કટ કેમ હોય છે ? મોબાઈલ કંપનીઓ આ કામ કરે તો તેની કઈ અસર યુઝર્સ પર પડે છે ? તે તમામ સવાલોના જવાબ તમને આ અહેવાલમાં મળશે.
આ કારણે મોબાઈલ સિમ કાર્ડના એક કિનારા પર હોય છે કટ
પહેલાના સમયમાં એવા ફોન હતા, જેમાં સિમ કાર્ડની જરુર ન હતી. તે પોસ્ટપેડ ફોન કહેવાતા હતા. ત્યારબાદ પ્રીપેડ ફોનનું ચલણ વધ્યુ. જેના કારણે કંપનીઓએ પ્રીપેડ ફોન અને સિમ કાર્ડ બનાવવાનું શરુ કર્યુ. તે સમયે સિમ કાર્ડના ચારે ચારે ખૂણા એક જેવા બનાવવામાં આવ્યા. તે સમયે આ ડિઝાઈનને કારણે લોકો મોબાઈલ ફોનમાં ઘણીવાર ખોટી રીતે સીમ લગાવતા. જેને કારણે વારંવાર સીધો સિમ કાર્ડ લગાવવાનો પ્રયત્ન કરવો પડતો હતો. તેને કારણે ઘણીવાર સિમ કાર્ડને નુકસાન થતું, કેટલીકવાર તેની ચિપ પણ ખરાબ થઈ જતી હતી. આ સમસ્યાના સમાધાન માટે કંપનીઓએ સિમ કાર્ડની ડિઝાઈનમાં ફેરફાર કર્યો. જેના કારણે આજે જોવા મળતા સિમ કાર્ડ શરુ થયા.
કેટલો ઉપયોગી સાબિત થયો આ ફેરફાર ?
સિમ કાર્ડમાં કરવામાં આવેલ ફેરફારને કારણે મોબાઈલ ફોનના તે સ્લોટમાં પણ ફેરફાર કરવો પડ્યો, જેમાં સિમ કાર્ડ લગાવવામાં આવે છે. આ સિમની ડિઝાઈનને કારણે મોબાઈલમાં સિમ કાર્ડ લગાવવું સરળ બન્યુ. તેના કારણે ચિપ અને સિમ કાર્ડને નુકશાન થવાના કિસ્સા બંધ થયા. આ ડિઝાઈનને આંતરરાષ્ટ્રીય સ્તર પર આઈએસઓ તરફથી પણ માન્યતા મળી છે. હાલ સિમ કાર્ડ બનાવવાળી ફ્રાંસની કંપની આઈડિમિયા, દુનિયાની સૌથી મોટી કંપની છે.