ધરતી સાથે ટકરાશે Nasaનું સેટેલાઈટ, તમારા ઘર પર સેટેલાઈટ પડે તો નુકશાનની જવાદારી કોની ? જાણો આ અહેવાલમાં
નાશાનું અર્થ રેડિયેશન બજેટ સેટેલાઈટ 7 દિવસમાં ધરતી સાથે અથડવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ કે જો આ સેટેલાઈટ તમારા ઘર પર પડે તો તેના નુકશાનની જવાબદારી કોણ ઉઠાવે છે.

ભારત સહિત દુનિયાના અનેક દેશો આધુનિક જમાનામાં અવકાશમાં સેટેલાઈટ મોકલી રહ્યા છે. સેટાલાઈટના માધ્યમથી અનેક શોધખોળ અને માહિતી મેળવવામાં સરળતા રહે છે. પણ ઘણીવાર આ સેટેલાઈટ કેટલાક વર્ષો બાદ નકામા થઈ જાય છે. ઘણા સેટેલાઈટ પોતાની ઝડપ ગુમાવીને ધરતી પર પડતા હોય છે. હાલમાં આવું જ એક સેટેલાઈટ ધરતી પર ટકરાશે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું 40 વર્ષ જૂનું સેટેલાઈટ અર્થ રેડિયેશન બજેટ સેટેલાઇટ (ERBS) આ અથવાડિયામાં ધરતી તરફ પડી રહ્યુ છે. લગભગ 38 વર્ષ જૂનુ આ સેટેલાઈટ 2,450 કિલોગ્રામનું છે.
અર્થ રેડિયેશન બજેટ સેટેલાઇટ (ERBS) વર્ષ 1984માં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. તેની વર્કિગ લાઈફ ફક્ત 2 વર્ષ હતી, પણ તે 38 વર્ષ સુધી ધરતીની આસપાસ ફરતું રહયુ. આ સેટેલાઈટ 2005માં રિટાયર થયુ હતુ. નાસા માટે આ સેટેલાઈટ ઓઝોન, વાતાવરણ અને સૂર્યથી મળતી ઉર્જાનું અધ્યયન કરતુ હતુ.આ સેટેલાઈટ લગભગ 8 જાન્યુઆરી રવિવારના દિવસે સાંજે 6 વાગ્યાથી પૃથ્વી તરફ ઝડપથી આગળ વધશે. જોકે, નાસા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, આ સેટેલાઈટથી કોઈ ખતરો નથી. સામાન્ય સેટેલાઈટની જેમ આ સેટેલાઈટ પર ઘર્ષણને કારણે હવામાં જ સળગીને નષ્ટ થઈ જશે.
NASA’s retired Earth Radiation Budget Satellite (ERBS) is expected to reenter Earth’s atmosphere after almost 40 years in space.
The @DeptofDefense currently predicts reentry at approximately 6:40 pm EST on Jan. 8.https://t.co/3VKDIqDh0X pic.twitter.com/WDpxOC3Hl4
— NASA Earth (@NASAEarth) January 6, 2023
જો આ સેટેલાઈટ તમારા ઘર પર પડે તો ?
સામાન્ય રીતે આવા સેટેલાઈટ ધરતી પર પડે તે પહેલા જ નષ્ટ થઈ જતા હોય છે. નાસા જેવી એજન્સી આવા સેટેલાઈટને દરિયામાં પાડવાના જ પ્રયત્ન કરે છે. પણ જો તેમ છતા જો તમારા ઘર પર સેટેલાઈટનો ભાગ પડે તો તમારા નુકશાનનું વળતર જરુરથી મળે છે. અવકાશના કાયદા Outer Space Treaty (1967) અને Liability Convention (1972) અનુસાર આવી સમસ્યાનું સમાધાન જે દેશનું સેટેલાઈટ હોય તે દેશ અને જે દેશમાં સેટેલાઈટ પડયુ હોય તે દેશ વાતચીતથી સમાધાન કરે છે. સેેટેલાઈટ થઈ થયેલા નુકશાનને મોટા ભાગે દરેક દેશની સરકાર ચૂકવી દેતી હોય છે.
પૃથ્વીની આસપાસ સેટેલાઈટનો ભંગાર
વર્ષોથી અવકાશમાં રોકેટના માધ્યમથી સેટેલાઈટ છોડવામાં આવે છે. કેટલાક સેટેલાઈટ અન્ય ગ્રહોની આસપાસ ફરે છે, જયારે કેટલાક સેટેલાઈટ અલગ અલગ દેશો પોતાની સુવિધા માટે અવકાશમાં છોડતા હોય છે. તેમાના ઘણા સેટેલાઈટ નકામા થયા પછી પૃથ્વની આસપાસની કક્ષામાં કચરા રુપે જોવા મળી રહ્યા છે. પૃથ્વીની આસપાસ રોકેટ, નકામા સેટેલાઈટના ભાગ એક ચાદરની જેમ પથરાયેલા જોવા મળે છે.