Sudan India Relations: સુદાન સાથે ભારતનો 150 વર્ષ જૂનો સંબંધ, ગૃહયુદ્ધ લડી રહેલા દેશમાં શું વ્યવસાય કરી રહ્યા છે ભારતીયો?
ભારતીય સમુદાયના લોકો 150 વર્ષથી ગૃહયુદ્ધ લડી રહેલા સુદાનમાં રહે છે. 2800 ભારતીયો લોકો સુદાનમાં છે. ભારત સરકાર તેમને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી ચલાવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 700 લોકોને સુદાનમાંથી સ્વદેશ લાવવામાં આવ્યા છે.
આફ્રિકન દેશ સુદાનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. સેના અને અર્ધલશ્કરી દળો સામસામે લડાઈ કરી રહ્યા છે. સુદાનમાં યુદ્ધની વચ્ચે દુનિયાભરના દેશો ત્યાથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. સુદાનમાં રહેતા 2800 ભારતીયોને બહાર કાઢવા માટે ભારત ઓપરેશન કાવેરી ચલાવી રહ્યું છે. ભારતીય સમુદાય યુદ્ધગ્રસ્ત દેશમાં સૌથી મોટા એશિયન સમુદાયોમાંનો એક છે. સુદાન સાથે ભારતીયોનો આ સંબંધ આજનો નથી, પરંતુ 150 વર્ષ જૂનો છે. આવો જાણીએ સુદાનમાં ભારતીય સુધી પહોંચવાની કહાની.
ભારતીય લોકોને બહાર કાઢવા ઓપરેશન કાવેરીની શરૂઆત
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. સુદાનની સેના ફાઈટર જેટથી હુમલો કરી રહ્યા છે. આ સાથે જ વિરોધીઓ પણ મોટા વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. આ લડાઈ બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. ભારતીયો પણ આ યુદ્ધમાં ફસાયા છે અને તેમને બહાર કાઢવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓપરેશન કાવેરીની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 670 ભારતીય નૌકાદળ અને વાયુસેના બાકીના લોકોને બહાર કાઢવા માટે સંપૂર્ણ તૈયારી સાથે રોકાયેલા છે.
ભારતીય સમુદાય અનેક મુખ્ય ક્ષેત્રોમાં કામ કરે છે
ભારતીય મૂળના લોકો સુદાનના શહેરી વિસ્તારમાં રહે છે, તેમાં પણ ખાસ કરીને ખાર્તુમ, ઓમદુરમન જેવા શહેરોનો સમાવેશ થાય છે. ભારતીય દૂતાવાસે ભારતીય મૂળના લોકોને સુદાનમાંથી બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ થયા પહેલા જ તેમની સાથે સંકલન કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ યુદ્ધવિરામનું પાલન ન થવાને કારણે આ બચાવ કામગીરી મોડી શરૂ થઈ હતી. સુદાનમાં ભારતીય સમુદાય અનેક મુખ્ય ક્ષેત્રોમાં વ્યાવસાયિકો તરીકે કામ કરે છે. તો કેટલાક લોકો સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરે છે.
સૌથી વધુ હક્કી-પિક્કી આદિવાસી સમુદાયના લોકો
સુદાનમાં ફસાયેલા 2800 ભારતીયોમાંથી લગભગ 100 લોકો હક્કી-પિક્કી આદિવાસી સમુદાયના છે. આ વિચરતી જાતિ ભારતના કર્ણાટક રાજ્યની છે. આ લોકો ત્યા હર્બલ દવા વેચે છે. આમાંના મોટાભાગના લોકો રાજધાની ખાર્તુમમાં રહે છે. આ ઉપરાંત ઘણા લોકો ગેરકાયદે રીતે સુદાન પણ પહોંચ્યા છે, જેમને દુબઈ જવાની લાલચ આપવામાં આવી હતી. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર કેટલાક ભારતીય નાગરિકોએ જુબામાં પોતાનો વ્યવસાય શરૂ કર્યા છે. ONGC, BHEL, TCIL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, બજાજ ઓટો જેવી ભારતીય કંપનીઓ સુદાનમાં સક્રિય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…