Ahmedabad: ઓપરેશન કાવેરી હેઠળ સંઘર્ષગ્રસ્ત સુદાનથી વતન પરત ફર્યા કેટલાક ગુજરાતી, અમદાવાદ ઍરપોર્ટ પર કરાયુ સ્વાગત
Ahmedabad: સુદાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. અત્યારે સુદાનમાં 72 કલાકનો યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે, ત્યારે ભારતીયોને બહાર લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યુ છે.
સુદાનની હિંસામાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યુ છે. સુદાનમાં આશરે 3 હજાર જેટલા ભારતીયો હોવાનો અંદાજ છે. જે પૈકી 360 લોકોને સૌપ્રથમ સુદાનથી એરફોર્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતીઓ પણ સામેલ છે. સુદાનમાં જન્મ થયો, નાનપણ વિતાવ્યું, ભણ્યા, નોકરીધંધો ત્યાં કર્યો અને હવે પરિસ્થિતિ બગડી તો બધું મૂકીને ગુજરાતીઓ પોતાના વતન પરત ફર્યા છે. પરત ફરેલા લોકોએ જણાવ્યું કે સુદાનમાં સ્થિતિ ભયંકર છે. તેમણે સંકટમાંથી ઉગારવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. સુદાનથી પરત ફરેલા નાગરિકોનું ઍરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
સુદાનથી સલામત પરત આવ્યા કેટલાક ગુજરાતી
સુદાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે હજારો ભારતીયો ત્યાં ફસાયા હતા. સુદાનમાં વસતા ભારતીયોમાંથી જે લોકો સ્વદેશ પરત ફરવા માગે છે તેમને રેસક્યુ કરવા ભારત સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યુ છે. સુદાનમાં આશરે 3000 જેટલા ભારતીયો હોવાનો અંદાજ છે. જે પૈકી અત્યાર સુધીમાં 534 ભારતીયોને ઓપરેશન કાવેરી હેઠળ સંઘર્ષગ્રસ્ત આફ્રિકન દેશ સુદાનમાંથી સુરક્ષિત રેસક્યુ કરાયા છે અને બાકી રહેલા ભારતીયોને બહાર લાવવાના પ્રયત્નો શરૂ છે. રેસક્યુ કરાયેલા લોકોમાં કેટલાક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
વર્ષોથી જ્યાં જન્મ્યા, બાળપણ વિતાવ્યુ, ભણ્યા, નોકરી ધંધો ત્યાં કર્યો અને હવે ત્યાં ગૃહયુદ્ધની સ્થિતિ છે. ત્યારે બધુ જ મુકીને ગુજરાતીઓ હેમખેમ વતન પરત ફર્યા છે. પરત ફરેલા લોકોએ જણાવ્યુ કે સુદાનમાં ભયંકર સ્થિતિ છે. તેમણે સંકટમાંથી ઉગારવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Operation Kaveri : સુદાનમાં ઓપરેશન કાવેરી શરૂ, INS સુમેધા 278 ભારતીયો સાથે જેદ્દાહ પહોચ્યું
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 534 ભારતીય નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરના જણાવ્યા અનુસાર પ્રથમ સી-130 ઍરક્રાફ્ટ દ્વારા 121 અને બીજા ઍરક્રાફ્ટ દ્વારા 135 ભારતીયોને જેદ્દાહ લાવવામાં આવ્યા છે. સુદાનમાંથી નીકળીને જેદ્દાહ પહોંચી ત્યાંની સ્થિતિને વર્ણવતા જણાવ્યુ કે તેમને બંદૂકની અણીએ 8 કલાક બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યુ કે તેમના ઘરમાં ઘુસીને પણ લૂંટફાટ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ કે તેઓ છેલ્લા ઘણા સમયથી ભૂખ્યા હતા અને ભારતીય સેનાએ તેમને ભોજન આપ્યુ હતુ.
ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…