Health Tips : મેગ્નેશિયમ માત્ર કેમિસ્ટ્રી લેબમાં જ નહીં પણ આપણા શરીર માટે પણ જરૂરી છે, તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
મેગ્નેશિયમ (Magnesium)આપણા શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે, તો તમે આહારમાં મેગ્નેશિયમથી ભરપૂર ઘણા પ્રકારના ખોરાકનો સમાવેશ કરી શકો છો.
Health Tips : સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેમાં મેગ્નેશિયમ (Magnesium)નો પણ સમાવેશ થાય છે. તે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક ખાવાથી સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરે છે. શરીરમાં મેગ્નેશિયમની ઉણપને કારણે થાક, નબળાઈ, ઉલ્ટી અને સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમે આહારમાં મેગ્નેશિયમથી ભરપૂર ઘણા પ્રકારના સ્વાસ્થ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ ખોરાક મેગ્નેશિયમની ઉણપને દૂર કરવાનું કામ કરશે. આવો જાણીએ ક્યા છે આ ફૂડ્સ વિશે.
ડાર્ક ચોકલેટ
એક અભ્યાસ અનુસાર ડાર્ક ચોકલેટ મેગ્નેશિયમનો એક સારો સોર્સ છે. જેમાં આયરન, કોપર મેગનીઝ અને એન્ટી ઓક્સીડેટ ગુણ હોય છે. જેમાં પ્રીબાયોટિક ફાઈબર હોય છે. જે આંતરડાને સ્વસથ રાખવાનું કામ કરે છે. આનું સેવન અમુક માત્રામાં જ કરવું જોઈએ.
સુકા મેવા
સુકા મેવા સ્વાસ્થ માટે ખુબ જરુરી છે. જે ખુબ પોષ્ટિક પણ હોય છે. બદામ અને કાજુ જેવા નટ્સમાં મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે. જેનું સેવન સ્મૂધી કે પછી ડેસર્ટમાં ગાર્નિશના રુપમાં કરી શકો છો. તમે આને નાશ્તા તરીકે પણ લઈ શકો છો. નટ્સમાં ફાઈબર અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ ધરાવે છે. તે બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલને જાળવવામાં મદદ કરે છે.
કેળા
કેળામાં પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. એક અભ્યાસ મુજબ પોટેશિયમ બ્લડ પ્રેશર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. પોટેશિયમ સિવાય કેળામાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેમાં પુષ્કળ પોષક તત્વો હોય છે. તે હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવાનું કામ કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજી મેગ્નેશિયમથી ભરપુર હોય છે. જે આયરન, મેગેનીઝ અને વિટામીનનો એક શાનદાર સ્ત્રોત છે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો