કાપડ ઉધોગ પર 12 ટકા જીએસટીનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે : બેઠક પર ઉદ્યોગની નજર

એક હજાર રૂપિયાથી નીચેના ફૂટવેર (Footwear ) પરની ડ્યૂટીમાં વધારાએ પણ વિરોધને આમંત્રણ આપ્યું હતું. જેના કારણે તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક આગેવાને જણાવ્યું હતું કે, જીઓએમ હાલમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ટરમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

કાપડ ઉધોગ પર 12 ટકા જીએસટીનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે : બેઠક પર ઉદ્યોગની નજર
GST Council Meeting (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 9:23 AM

કાપડ ઉદ્યોગ (Textile ) પર લાગુ કરાયેલા 12 ટકા જીએસટીને (GST)  ત્રણ મહિના સુધી મોકૂફ કરવામાં આવ્યો હતો. ત્રણ મહિનાનો સમયગાળો પૂર્ણ થયા બાદ હવે આગામી જીએસટી કાઉન્સિલની (Council ) બેઠકમાં કાપડ ઉદ્યોગ પરના મોકુફ રખાયેલા 12 ટકા જીએસટી દરનો મુદો ફરી એકવાર ચર્ચાશે ત્યારે સુરતના વિવિધ સંગઠનોએ કાપડ ઉદ્યોગ પરનો પાંચ ટકા દર યથાવત રાખવાની માંગણી કરવાના છે. વિગતો મુજબ તાજેતરમાં નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ્સમાં ઇન્વર્ટેડ ડ્યુટી માળખું છેલ્લી બેઠકમાં મોકૂફ રાખવામાં આવ્યું હતું અને આગામી બેઠકમાં તેને ઉઠાવવામાં આવશે. જ્યારે રિવર્સ ડ્યુટીનો સામનો કરવો પડે છે – જ્યાં ફિનિષ્ઠ પ્રોડક્ટ પરનો દર કાચા માલ કરતા ઓછા ટેક્સ બ્રેકેટમાં હોય છે – ત્યારે સરકાર સામાન્ય રીતે ફિનિષ્ઠ પ્રોડક્ટ પરના દરમાં વધારો કરે છે. પરંતુ ટેક્સટાઇલ ડ્યુટીમાં વધારાને ઉદ્યોગ તરફથી સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

1 હજાર રૂપિયાથી નીચેના ફૂટવેર પરની ડ્યૂટીમાં વધારાએ પણ વિરોધને આમંત્રણ આપ્યું હતું. જેના કારણે તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક આગેવાને જણાવ્યું હતું કે, જીઓએમ હાલમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ટરમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ મુદાઓ માટે વિગતવાર પરામર્શની જરૂર છે અને જીએસટી કાઉન્સિલ તેની ભલામણો સાથે જીઓએમ માટે સમયમર્યાદા લંબાવી શકે છે.કેટલીક ટેક્સટાઇલ પ્રોડન્ટ્સ પર પ્રસ્તાવિત જીએસટી દર વધારાના રોલબેકથી સેક્ટરને ફાયદો થશે, ત્યારે ટેક્સટાઇલ સેક્ટરમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ટરની સમસ્યાઓનો ઉકેલ શોધવો જરૂરી બનશે.

અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ અનન્વર્ટેડ ડ્યુટીના મુદાને ઉકેલવા માટે કાચા માલ પરના દરમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યો હતો, તેના બદલે દરમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે, દર વધારાની સરખામણીમાં તે ફાયદાકારક પણ છે જેની સીધી અસર કિંમતો પર પડી હશે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે રિવર્સ ડ્યુટીને સંબોધિત કરતી વખતે સખત સંતુલિત કાર્ય કરવું પડશે, વૈશ્વિક કોમોડિટીના વધતા ભાવો અર્થતંત્ર પર ફુગાવાના દબાણમાં વધારો કરશે. આમ હવે જીએસટી કાઉન્સિલની બેઠક પર ઉદ્યોગની નજર છે. જોવાનું એ રહે છે કે વેપારીઓની માંગણી સામે હવે સરકાર કેવી રીતે આગળ વધે છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ પણ વાંચો :

Surat: પશુ નિયંત્રણ બિલના વિરોધમાં માલધારીઓ હવે લડી લેવાના મૂડમાં, કલેક્ટર કચેરીએ યોજ્યા ધરણા

Smart City Summit 2022: પાંચ એવોર્ડ સાથે સુરતનો દબદબો યથાવત, અમદાવાદ અને વડોદરાને પણ મળ્યા એવોર્ડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">