PLI in Textiles: કાપડ ઉદ્યોગ માટે રાહતના સમાચાર, સરકારે PLI યોજના માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવી

ટેક્સટાઇલ મંત્રાલયે ટેક્સટાઇલ ઉદ્યોગ માટેની PLI સ્કીમ હેઠળ અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022થી વધારીને 14 ફેબ્રુઆરી, 2022 કરી છે.

PLI in Textiles: કાપડ ઉદ્યોગ માટે રાહતના સમાચાર, સરકારે PLI યોજના માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવી
News of relief for the textile industry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 10:09 PM

કાપડ મંત્રાલયે (Ministry of Textiles) કાપડ ઉદ્યોગ માટે પીએલઆઈ (Production-Linked Incentive) યોજના હેઠળ અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી, 2022 સુધી લંબાવી છે. જણાવી દઈએ કે અગાઉ કાપડ ઉદ્યોગ માટે પ્રોડક્શન ઈન્સેન્ટિવ સ્કીમ (PLI) હેઠળ ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 હતી. તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરીથી ટેક્સટાઈલ મંત્રાલયે પોર્ટલ pli.texmin.gov.in/mainapp/Default પર ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી અરજીઓ લેવાનું શરૂ કર્યું હતું. તે સમયે મંત્રાલયે કાપડ ઉદ્યોગોની અરજીઓ સ્વીકારવા માટે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2022 સુધીની તારીખ નક્કી કરી હતી. જે હવે 31 જાન્યુઆરીથી વધારીને 14 ફેબ્રુઆરી કરવામાં આવી છે.

કાપડ ઉદ્યોગ માટે 10,683 કરોડ રૂપિયાની PLI યોજના મંજૂર કરવામાં આવી હતી

જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાપડ ઉદ્યોગ માટે 10,683 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. કાપડ ઉદ્યોગ માટે PLI યોજનાની જાહેરાત કરતા સરકારે કહ્યું હતું કે આ યોજના દ્વારા દેશમાં 19 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને 7.5 લાખ લોકોને રોજગાર મળશે. મંત્રાલયે કહ્યું હતું કે આ યોજનાની મદદથી આગામી પાંચ વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થશે, જે કપડાની નિકાસને પણ વેગ આપશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

માનવ નિર્મિત ફાઇબર સાથે સંકળાયેલા કાપડ ઉદ્યોગને યોજનાનો લાભ મળશે

કાપડ ઉદ્યોગ માટે પીએલઆઈ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વસ્ત્રોના ઉત્પાદન અને નિકાસને વધારવાનો છે. કાપડ ઉદ્યોગમાં, ટેક્નિકલ ટેક્સટાઇલ હેઠળ આવતા MMF (મેન મેઇડ ફાઇબર્સ) એપેરલ અને કપડાં સંબંધિત ઉદ્યોગોને આ યોજનાનો લાભ મળશે. જણાવી દઈએ કે છેલ્લું બજેટ (2021-22) રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કુલ 13 બિઝનેસ સેક્ટર માટે 1.97 લાખ કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમની જાહેરાત કરી હતી.

પીએલઆઈ સ્કીમ શું છે

પીએલઆઈ એટલે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. આ યોજના હેઠળ, દેશની અંદર ઉત્પાદન વધારનારી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ માત્ર વિદેશી કંપનીઓને જ નહીં પરંતુ સ્થાનિક કંપનીઓને પણ દેશમાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.

કંપનીઓએ ઉત્પાદન વધારવા માટે રોકાણ કરવું પડશે, જ્યારે ઉત્પાદન વધવાની સાથે રોજગારીની તકો પણ વધશે. ઉત્પાદન વધારવાના આ ફાયદાઓને ધ્યાનમાં રાખીને સરકાર ઉત્પાદન વધારનારી કંપનીઓને પ્રોત્સાહનો આપી રહી છે. પીએલઆઈ સ્કીમ 5 વર્ષ માટે મંજૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Budget 2022: ટેલિકોમ સેક્ટર માટે સરકાર બજેટમાં કરી શકે છે આ મોટી અને મહત્વની જાહેરાત, વાંચો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">