Surat: પશુ નિયંત્રણ બિલના વિરોધમાં માલધારીઓ હવે લડી લેવાના મૂડમાં, કલેક્ટર કચેરીએ યોજ્યા ધરણા
માલધારી સમાજ (Maldhari Community) દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યુ કે અમારા માલધારી સમાજના સંગઠનને રબારી સમાજની 13 કોમનો સહયોગ છે. સરકાર નહીં માને તોગુજરાતમાં અંદાજિત 4.50 લાખ લોકો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરશે.
ગુજરાતમાં (Gujarat) રસ્તે રખડતા ઢોર મામલે સરકાર દ્વારા લાવવામાં આવેલા બીલને મુખ્યપ્રધાને હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે, પરંતુ માલધારી સમાજ દ્વારા આ બિલને વિધાનસભામાં (Assembly) રદ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. સરકારે બિલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે, પરંતુ આગામી દિવસોમાં તે લોલીપોપ સમાન સાબિત થવાનું માલધારી સમાજ (Maldhari Community) માની રહ્યો છે. જેથી ગુજરાત માલધારી સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં કલેકટર કચેરીએ ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે સુરત શહેર માલધારી સમાજના પ્રમુખ કનુ દેસાઈની આગેવાનીમાં સુરત કલેકટર કચેરી સામે સવારે 11થી 4 વાગ્યા સુધી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે સુરત શહેર માલધારી મહા પંચાયતના પ્રમુખ કનુ દેસાઈએ જણાવ્યું કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકામાં ગાયો અને ગોવાળોના વિરોધમાં કાળો કાયદો લાવીને શહેરી વિસ્તારને ગામડાઓમાં ભેળવી સરકારી પડતર જમીન અને ગૌચરો તેમના માનિતા બિલ્ડરો ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું વિધેયક ગુજરાત સરકાર લાવવાની વાત કરે છે. તે સંદર્ભમાં આજે 18મી એપ્રિલે ગુજરાત માલધારી મહાપંચાયત તમામ નગરપાલિકા અને 8 મહાનગર પાલિકાના વિસ્તારોમાં કલેકટર કચેરીએ ધરણા યોજવામાં આવ્યા.
જે અંતર્ગત સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા ગ્રુપ મીટિંગો અને ખાટલા બેઠકો શરૂ કરી દેવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આજે સુરત કલેકટર કચેરીએ માલધારી સમાજ દ્વારા સવારે 11 વાગ્યાથી કલાકેથી સાંજના 4 વાગ્યા સુધી ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
માલધારી સમાજે ઉપવાસ પર બેસી કાળા કાયદાનો ગાંધી ચિંધ્યા માર્ગે શાંત રીતે વિરોધ કર્યો હતો. માલધારી સમાજનો આક્ષેપ છે કે ભૂતકાળની જેમ નિર્દોષ સમાજોને લોલીપોપ આપીને ઘણા બધા સમાજોને ગુજરાત સરકારે છેતર્યા છે. તેવી જ રીતે અમારા માલધારી સમાજને પણ ગુજરાત સરકાર છેતરવા આવી હતી, પરંતુ અમારી ગુજરાત સરકાર સમક્ષ માગણી છે કે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવી અથવા ગુજરાત સરકાર લેખિતમાં કાળો કાયદો રદ કરશે તેવી બાહેંધરી આપે.
માલધારી સમાજ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યુ કે અમારા માલધારી સમાજના સંગઠનને રબારી સમાજની 13 કોમનો સહયોગ છે. સરકાર નહીં માને તો રબારી, ચારણ, આહિર સહિતની આ તમામ કોમના ગુજરાતમાં અંદાજિત 4.50 લાખ લોકો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરશે. તેમ છતાં સરકાર માલધારી સમાજની માગ નહીં સંતોષે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો સામૂહિક રીતે વિરોધ કરવાની ફરજ પડશે.
આ પણ વાંચો-Ahmedabad: હત્યાનો પ્રયાસ લાઈવ સીસીટીવીમાં થયો કેદ, પોલીસે આરોપી કરી ધરપકડ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો