Surat : મહાનગરપાલિકા હવે કરશે વરસાદી પાણીનો સંગ્રહ, યોજના પર કામ શરૂ

વરસાદી પાણીના સંગ્રહ માટે નાના પાયે સંસ્થાઓ કે લોકો કામ કરી રહ્યા છે. પણ પહેલી વાર કોર્પોરેશન એસવીએનઆઈટી ની મદદથી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને મોટા પાયા પર લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Surat : મહાનગરપાલિકા હવે કરશે વરસાદી પાણીનો સંગ્રહ, યોજના પર કામ શરૂ
Corporation will now start work on rainwater harvesting scheme(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 9:00 AM

સુરત મહાનગર પાલિકાની(Surat Municipal Corporation )  સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં કોર્પોરેશન દર વખતે વરસાદી પાણીનો(Rain Water ) વેડફાટ અટકાવવા આયોજન કરી રહી છે. ચોમાસા દરમિયાન ચોમાસામાં પાણીના સંગ્રહની વ્યવસ્થાના અભાવે લાખો લીટર પાણી વેડફાય છે. કોર્પોરેશન કુદરતી સ્ત્રોતના વરસાદી પાણીના સંગ્રહ(Water Harvesting ) માટે નવી યોજના જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે.

પાણી સંગ્રહ માટે વિશેષ આયોજન :

વરસાદી પાણીના સંગ્રહ માટે નાના પાયે સંસ્થાઓ કે લોકો કામ કરી રહ્યા છે. પણ પહેલી વાર કોર્પોરેશન એસવીએનઆઈટી ની મદદથી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને મોટા પાયા પર લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું છે. જળ સંચય દ્વારા તાજા પાણીનું પુનઃઉત્પાદન અથવા સંગ્રહ કરી શકાય છે જેનાથી ભૂગર્ભજળનું સ્તર વધે છે. ત્યારે કોર્પોરેશને વોટર હાર્વેસ્ટિંગ અંગે એસવીએનઆઈટી કોલેજના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને જળ સંગ્રહનું આયોજન કર્યું છે. નાના ઘર, રો-હાઉસ એપાર્ટમેન્ટ અથવા બહુમાળી ઇમારતમાં વિવિધ પ્રકારના પાણીના સંગ્રહ માટે રચાયેલ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

એસવીએનઆઇટી કોલેજના નિષ્ણાતો દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. કોર્પોરેશન જે ખર્ચ કરશે તેના 70 થી 80 ટકા ખર્ચ કોર્પોરેશન ચૂકવવાનું આયોજન કરી રહ્યું છે. વરસાદી પાણીના સ્ત્રોતની જાળવણી કરવામાં આવશે અને તેના માટે યોજનાઓ જાહેર કરવામાં આવશે. આમ હવે કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે એક ચોક્કસ યોજનાથી આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના આ પ્રયાસથી અન્ય શહેરીજનોને પણ પ્રેરણા મળી રહેશે.

કોર્પોરેશનની જગ્યા પરના દબાણો હવે ખાલી કરવામાં આવશે :

કોર્પોરેશનમાં જુદા-જુદા વિસ્તારોમાં જમીન પર કબજો હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી હતી.મહાનગરપાલિકાની જમીનનો કબજો પરત મેળવવા કોર્પોરેશન છેલ્લા પાંચ વર્ષથી પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ સફળતા મળી નથી. સ્થાયી સમિતિ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સ્થાનિક પોલીસ અને SRPની મદદથી પાલિકા પોતાની જમીન પર અન્ય લોકોને કબજો કરતા અટકાવી શકશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી એસઆપી જવાનોની મદદ લઈને ઢોર પકડવા માટેની કામગીરી સઘન બનાવવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">