AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vapi : ઉદ્યોગનગરી વાપી બની ગઈ ખાડાનગરી ! GIDC વિસ્તારના મોટાભાગના રસ્તા ખખડધજ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 2:14 PM
Share

રસ્તા પર એવા મોટા ખાડા પડી ગયા છે કે કમરના મણકા ખસી જાય. રોજ પસાર થતા લાખો વાહનચાલકો મહામુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વાપી (Vapi) GIDC ના રસ્તા પરથી પસાર થવું કોઈ પણ વાહનચાલક માટે કોઈ પડકારથી કમ નથી. કારણ કે અહીં જ્યાં રસ્તા હતા ત્યાં હવે ખાડાઓનું અસ્તિત્વ છે. રસ્તા પર એવા મોટા ખાડા પડી ગયા છે કે કમરના મણકા ખસી જાય. GIDC વિસ્તારના મોટાભાગના રસ્તા ખખડધજ થઇ ગયા છે, જેના કારણે રોજ પસાર થતા લાખો વાહનચાલકો મહામુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

બપોરના 1-2 કલાક છોડીને આખો દિવસ આ રસ્તો ધમધમતો રહે છે. ટ્રાફિક એટલો વધી જાય છે કે કર્મચારીઓ સમયસર ઓફિસ પણ નથી પહોંચી શકતા. ફક્ત 10 મિનિટનો રસ્તો કાપવામાં વાહનચાલકોને 30 મિનિટથી વધુ સમય વીતી જાય છે. ટ્રાફિક પોલીસ પણ પોતાની કામગીરી નિષ્ઠાથી નિભાવતા હોવા છતા ટ્રાફિક અંકુશમાં નથી રહેતો. કારણ એટલું જ છે કે અહીંથી પસાર થતા વાહનોની સંખ્યા ખૂબ વધારે છે.

GIDC ની કંપનીઓમાંથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, તેમ છતાં અહીં સારી ગુણવત્તાના રસ્તા બનાવવામાં ચૂંટાયેલા નેતાઓને કોઈ જ રસ નથી. જેને પગલે વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પહેલેથી જ પરેશાન લોકોને રસ્તા પણ સારા ન મળતા તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

વાહનચાલકો નિંદ્રાધીન સત્તાધીશો અને નઘરોળ તંત્રને સવાલ પૂછી રહ્યા છે કે, સારી સુવિધા ન મળતી હોય તો પ્રજા તેમને શા માટે વોટ આપે? શા માટે પોતાનો કિમતી મત ખાડામાં નાખે?

 

આ પણ વાંચો : Vadodara : ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા

આ પણ વાંચો : Jamnagar : ધાર્મિક સંસ્થા દ્વારા વરસાદી પાણીને જમીન ઉતારી જળસંચય કરવાનો પ્રોજેકટ કરાયો શરૂ

g clip-path="url(#clip0_868_265)">