રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતની સૌપ્રથમ મુસ્કાન સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટથી કરાઈ પ્રમાણિત

Rajkot: નવજાત શિશુ અને બાળકોની ઉચ્ચ કક્ષાની ગુણવતાસભર કેર કરતી સેવાઓ બદલ રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતમાં સૌપ્રથમ મુસ્કાન (MusQan) સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવી છે.

રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતની સૌપ્રથમ મુસ્કાન સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટથી કરાઈ પ્રમાણિત
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 21, 2023 | 9:17 PM

રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતની સૌપ્રથમ મુસ્કાન સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવી છે. નવજાત શિશુ અને બાળકોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા સભર કેર કરતી સેવાઓ બદલ રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતમાં સૌ પ્રથમ મુસ્કાન (MusQan) સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવી છે.

આ અંગે વિગત આપતા પદ્મકુંવરબા હોસ્પિટલ અધિક્ષક ડૉ. કેતન પીપળીયા એ જણાવ્યું હતું કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલમાં ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વિવિધ માપદંડો નક્કી કરનાર મુસ્કાન પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. જે મુજબ હોસ્પિટલ ખાતે બાળકોની સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ અને તેમના વિકાસ સંબંધી વિવિધ માપદંડ અંગે ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે છે અને તેના ગુણાંકન પરથી હોસ્પિટલને 90% માર્ક મળ્યા છે. જેના આધારે પદ્મકુંવરબા હોસ્પિટલને આ સર્ટિફિકેટ મળ્યુ છે

“મુસ્કાન” પ્રોજેક્ટ સંબંધી સારવાર ગાઈડલાઈન્સ

બાળકોની સારવાર અને કેર સંબંધી માપદંડ અંગે માહિતી આપતા RMO ડૉ નૂતને જણાવ્યું હતું કે, મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલ ખાતે બાળકો માટે ચાર ભાગમાં વ્યવસ્થા ઉપર નિદર્શ કરવામાં આવ્યો છે. જેમાં પહેલું હોસ્પિટલ ખાતે બાળકના જન્મ સમયે જ કોઈ બીમારી દેખાય તો તેમને SNCU માં દાખલ કરવામાં આવે છે. જેમાં આઇસોલેશન, વેન્ટિલેટર, વોર્મર, ક્લીનલીનેસ, ફાયર સેફટી સહિતની સુવિધા જરૂરી છે. બાળકને ભવિષ્યમાં કોઈ બીમારી થાય તો તે માટે અલગથી OPD કેસ બારી, દવા બારી જરૂરી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

બાળકોને દાખલ કરવાની જરૂર પડે તો હોસ્પિટલમાં અલગથી પીડિયાટ્રિક વોર્ડની સુવિધા, એન.આર.સી.સેન્ટર જરૂરી છે. નવી માર્ગદર્શિકા મુજબ બાળકને માત્ર છ માસ નહીં પરંતુ બાળકને બે વર્ષ સુધી માતાનું દૂધ મળી રહે, બાળકનું તાપમાન જળવાઈ રહે, તેમજ બાળકને માતાનો સતત સ્પર્શ મળી રહે તે માટે માતાને પ્રશિક્ષિત કરવામાં આવે છે.

ખાસ ગાઈડલાઈનનું કરવામાં આવે છે પાલન

કોઈ પરિસ્થિતિમાં બીમારીના કારણે બાળકને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો ઓક્સિજન અને જરૂરી સાધન સાથે ડોક્ટર્સની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં પહોંચાડવામાં આવે તે માટે ખાસ ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય છે. ચોથી ગાઈડલાઈન ડોક્યુમેન્ટેશન છે. જેમાં બાળકોનો ગ્રોથ, વેક્સિનેશન, વજન, ઉંચાઈ,મેન્ટલ સ્ટેટ્સ વગેરેનો રેકોર્ડ રાખવામાં આવે છે.

આ પણ વાંચો: Rajkot: બાળક ગુમ થતાં પરિવાર પર આભ તૂટ્યું, ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં શોધી આપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા 

પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતેની સારવાર અને સુવિધાઓ

સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ ખાતે પીડિયાટ્રિશ્યન, રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સહીત કુલ 16 કર્મચારી જયારે પીડિયાટ્રિક વોર્ડમાં 6, પીડિયાટ્રિક OPDમાં ડોક્ટર્સ અને નર્સિંગનો 5 વ્યક્તિનો સ્ટાફ ફરજ બજાવે છે.

સ્પેશિયલ યુનિટમાં 535 બાળકોને આપવામાં આવી સારવાર

સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ ખાતે એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 535 બાળકોને ઇમર્જન્સી સારવાર તેમજ પીડિયાટ્રિક વોર્ડમાં 359 બાળકોને સારવાર પુરી પાડવામાં આવી છે. આ સર્ટિફિકેટ મળતા વધારાનું ઈન્સેન્ટિવ મળશે, જે બાળકોની સારવારમાં વધારો કરશે. આગામી સમયમાં કેન્દ્ર કક્ષાએ પણ આપણને સર્ટિફિકેટ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે તેવું ડો. કેતન પીપળીયાએ જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">