Rajkot: બાળક ગુમ થતાં પરિવાર પર આભ તૂટ્યું, ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં શોધી આપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ સહકાર મેઈન રોડ પરની આજુબાજુની દુકાનો પર રહેલા સીસીટીવી ચેક કર્યા હતા, તેમજ દુકાનદારોને અને આજુબાજુના રહેવાસીઓને બાળકનો ફોટો બતાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી.

Rajkot: બાળક ગુમ થતાં પરિવાર પર આભ તૂટ્યું, ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં શોધી આપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 20, 2023 | 9:20 PM

રાજકોટ શહેરની ભક્તિનગર પોલીસે પોતાના માં બાપથી અલગ થયેલા બાળકને શોધી આપી પરિવારને હાશકારો અપાવ્યો હતો. શહેરના ભારતીનગર વિસ્તારમાંથી એક 3 વર્ષનુ બાળક ગુમ થયું હતું. ભક્તિનગર પોલીસે જેની ગંભીરતા લઈને ગણતરીની કલાકોમાં બાળકને શોધી આપી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બાળક ગુમ થઈ હતા પરિવાર માથે આભ તૂટ્યું હતું. રાજકોટના સમાચાર અહીં વાંચો.

આંગણવાડીમાં મુકવા જતી વખતે બાળક થયું હતું ગાયબ

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સવારે 9 વાગ્યા આસપાસ ભારતીનગરમાં રહેતા 3 વર્ષીય દીપક નામના બાળકને તેના મમ્મી આંગણવાડીમાં મુકવા ગયા હતા. ત્યાં તેમના સંબંધી મળ્યા.બાળકના મમ્મી તેમની સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન બાળક રમતા રમતા ક્યાંક જતો રહ્યો હતો. વાતચીત પૂરી થયા બાદ આજુબાજુમાં જોયું તો દીપક ન દેખાતા તેના મમ્મી માથે આભ તુટી પડયું હતું…

3 કલાક બાળકને શોધ્યા બાદ ન મળતા પોલીસને કરી જાણ

3 કલાક સુધી આજુબાજુની તમામ જગ્યાએ બાળકને શોધ્યા બાદ બાળક ન મળતા તેના માતાપિતા ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફે ઘટનાની ગંભીરતા સમજી બાળકની વિગત તથા ફોટો મેળવી પોલીસ અને સર્વેલેન્સ સ્ક્વોડના કર્મચારીઓ બાળક જ્યાંથી ગુમ થયું હતું. ત્યાં પહોચીને બાળકને શોધવાની કામગીરી શરૂ કરી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો : વડોદરાના સાવલી નજીકથી સળગેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતુ થયુ – VIDEO

સીસીટીવી અને સર્વેલન્સ સ્ટાફની મદદથી બાળકને પોલીસે શોધ્યું

સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ સહકાર મેઈન રોડ પરની આજુબાજુની દુકાનો પર રહેલા સીસીટીવી ચેક કર્યા હતા, તેમજ દુકાનદારોને અને આજુબાજુના રહેવાસીઓને બાળકનો ફોટો બતાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન બાળક રમતા રમતા સહકાર મેઈન રોડ પર રમતા રમતા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળકની માતાને સાથે રાખી રઘુવીર સોસાયટી પાસે પોલીસ પહોચી, ત્યાં બાળક બેસેલુ મળી આવ્યું હતું. આંગણવાડીની દોઢ કિલોમીટરના અંતર સુધી બાળક પહોંચી ગયું હતું. બાળકનું માતા પિતા સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. અને તેના વાલીએ પોલીસનો આભાર માન્યો હતો.આમ પોલીસે ફરી એક વાર સાબિત કર્યું હતું કે તે પ્રજાનો સાચો મિત્ર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">