AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: BRTSમાં મુસાફરી કરતા પહેલા થઈ જજો સાવધાન, ભારે ભીડની આડમાં કપાઈ શકે છે તમારુ ખિસ્સુ, મહિલાઓની છેડતીના બનાવો પણ વધ્યા

Rajkot: રાજકોટમાં BRTS બસમાં થતી ભારે ભીડનો લાભ ખિસ્સા કાતરુઓ અને અસામાજિક તત્વો લઈ રહ્યા છે. ભારે ભીડની આડમાં બસમાં મહિલાઓની છેડતીના બનાવો પણ વધ્યા છે તો બીજી તરફ ખિસ્સા કાતરુઓ પણ ફુલ ફોર્મમાં સક્રિય થઈ ગયા છે અને લોકોના ખીસ્સા કપાવાના બનાવો પણ વધ્યા છે.

Rajkot: BRTSમાં મુસાફરી કરતા પહેલા થઈ જજો સાવધાન, ભારે ભીડની આડમાં કપાઈ શકે છે તમારુ ખિસ્સુ, મહિલાઓની છેડતીના બનાવો પણ વધ્યા
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 21, 2023 | 10:02 PM
Share

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં રાજ્યના સૌથી મહત્વના 4 શહેરોમાંનું એક છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકોની વસ્તી વધારે હોય. જેથી ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત પણ વધારે રહેવાની. રાજકોટ શહેરમાં RMC દ્વારા સંચાલિત સિટી બસ અને BRTS બસની સેવા કાર્યરત છે. શહેરના 150 ફૂટ રીંગરોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી પરના એક માત્ર રૂટ પર BRTS બસો ચાલે છે. આ બસોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. પરંતુ BRTS બસોમાં દરરોજ ભીડના દ્રશ્યો સર્જાય છે. BRTSનો ઉપયોગ કરતા લોકોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે, પરંતુ બસોની સંખ્યા વધતી ન હોવાથી દરરોજ લોકો ભારે ભીડ વચ્ચે મુસાફરી કરે છે.

દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોને પડે છે મુશ્કેલી

BRTS બસનો દરરોજ 25 થી 27 હજાર લોકો ઉપયોગ કરે છે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી રૂટ પર BRTS દોડે છે. સૌથી વધુ તકલીફ દરરોજ અપડાઉન કરતા લોકોને પડે છે અને તેમાં પણ સવારે ઓફિસ અને શાળા કોલેજ જવાના ટાઈમ પર અને સાંજે શાળા કોલેજ અને ઑફિસથી આવવાના ટાઈમ પર તો BRTS માં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. અનેકવાર એવુ બને છે કે  લોકોને 2 થી 3 બસ ચિક્કાર ભીડ વાળી જવા દેવી પડે છે ત્યારબાદ આવનારી બસમાં માંડ ચડવાનો વારો આવે છે. Tv9 એ બસમાં મુસાફરી કરતા લોકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી દરરોજની આ જ પરિસ્થિતિ છે.

ભીડની આડમાં મહિલાઓને ખોટી રીતે સ્પર્શ કરી છેડતીના બનાવો વધ્યા

BRTSમાં થતી આ ભીડનો ફાયદો અનેકવખત લુખ્ખાઓ અને અસામાજિક તત્વો પણ ઉઠાવતા હોય છે. Tv9 સાથે વાત કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે ભીડનો લાભ લઈને કેટલાક લોકો મહિલાઓને ખરાબ રીતે સ્પર્શ પણ કરી લે છે તેવી પણ ઘટનાઓ બને છે. આ ઉપરાંત લોકોના ખિસ્સા કપાવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તો બીજી તરફ વૃદ્ધોને ચિક્કાર ભીડના કારણે ખૂબ જ મુશ્કેલી પડે છે. BRTSનું ભાડું સામાન્ય હોવાથી મોટી સંખ્યામાં લોકો BRTS નો લાભ લેવા માગતા હોય છે. પરંતુ ચિક્કાર ભીડના કારણે તેઓએ રિક્ષામાં ઊંચું ભાડું આપીને પણ જવાનો વારો આવતો હોય છે.

આ પણ વાંચો: Rajkot: પેલેસ રોડ પર થયેલી લાખોના દાગીનાની ચોરીનો ઉકેલાયો ભેદ, કારીગરે જ ફિલ્મી ઢબે આપ્યો હતો ચોરીને અંજામ

આવનારા દિવસોમાં બસોની સંખ્યા વધારાશે:RMC

આ અંગે ટીવી9 સાથે વાત કરતા RMC ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે BRTS માં દરરોજ 25 હજારથી વધુ લોકો મુસાફરી કરે છે.હાલમાં 20 જેટલી BRTS બસો ચાલે છે.ભીડને ધ્યાનમાં રાખતા આવનારા દિવસોમાં BRTS બસોની સંખ્યા વધારવામાં આવશે.BRTS ને આવનારા દિવસોમાં વધુ ઈલેક્ટ્રીક બસો ફાળવવામાં આવનાર છે જે BRTS રૂટ પર દોડશે અને લોકોને ભીડમાં મુસાફરી નહિ કરવી પડે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">