Gujarati NewsGujaratRajkot| Rajkot A hit and run incident on Racecourse Ring Road, The whole incident was captured in CCTV
Rajkot : રેસકોર્ષ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચલાવતી મહિલાએ રાહદારીને હડફેટે લીધો
Rajkot news : રેસકોર્ષ રિંગ રોડ પર આવેલા બિગ બાઇટ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો હતો.ગંભીર રીતે ઘાયલ થયેલા રાહદારીને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે.
Rajkot News : રાજકોટના રેસકોર્ષ (Race Course) રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.અકસ્માતની(Accident) સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેમાં આપ જોઇ શકો છો કે રેસકોર્ષ રિંગ રોડ પર આવેલા બિગ બાઇટ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો હતો.મહિલા કારચાલકે રાહદારીને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચી છે.એટલું જ નહીં પાર્ક કરેલા વાહનોને(Vehicle) પણ અડફેટે લેતા ચાર બાઇકને નુકસાન પહોંચ્યું છે.હાલ પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી છે.
થોડા દિવસો પહેલા આવી જ એક હિટ એન્ડ રનની ઘટના ગોંડલમાં(Gondal) સામે આવી હતી, જેમાં એક વૃદ્ધનું મોત થયુ હતુ. અહેવાલો અનુસાર શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર બેફામ કારચાલકે ગણતરીની સેકન્ડોમાં બે બાઈકને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા CCTVમાં કેદ થયા હતા. હાલ પોલીસે સીસીટીવી અને કારની નંબર પ્લેટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સર્જ્યા બાદ કાર ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે અકસ્માત બાદ મોટી સંખ્યાાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સમગ્ર મામલે જાણ કરતા પોલીસની(Gondal Police) ટીમ પણ ગણતરીના સમયમાં ઘટનાસ્થળે દોડી આવી હતી.ત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાથી અનેક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે,ત્યારે આવા બેફામ ડ્રાઈવરો પર સરકાર ક્યારે લગામ લગાવશે તે જોવુ રહ્યું.