Panchmahal: ગોધરા જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઇડ કચેરીનો પ્રારંભ કરાયો, આરોપીઓને વિના મૂલ્યે કાનૂની સહાય પૂરી પડાશે
પંચમહાલ જિલ્લા પ્રિન્સિપલ જજ દ્વારા જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટીના એકઝીકયુટીવ ચેરપર્સન સોનીયા ગોકાણી વર્ચયૂલી જોડાયા હતા
પંચમહાલ જિલ્લા પ્રિન્સિપલ જજ દ્વારા જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટીના એકઝીકયુટીવ ચેરપર્સન સોનીયા ગોકાણી વર્ચયૂલી જોડાયા હતા. પંચમહાલ જિલ્લામાં નોંધાતા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પણ પોતાનો પક્ષ રજૂ કરી શકે તેમજ તેઓ પણ પોતાના ન્યાય માટે લડી શકે તે પ્રકારનો NALSAનો અભિગમ છે. આર્થિક રીતે અથવા કાયદાથી અજાણ હોય તેવા આરોપી પણ પોતાના ન્યાય માટે લડી શકે તે માટે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ કટિબદ્ધ છે. ત્યારે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશથી ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટી ધ્વારા લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલ સ્કીમ અંતર્ગત ગોધરા ખાતે સીવીલ કોર્ટમાં નવનીર્મીત લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલની કચેરીનું ઉદધાટન કરવામાં આવ્યું હતું.
આરોપીઓને વિના મૂલ્યે કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે
જેમાં પંચમહાલ જીલ્લા મુખ્ય ન્યાયાધીશ સહિત તમામ ન્યાયધીશઓ, મુખ્ય સરકારી વકીલ તથા અન્ય સરકારી વકીલઓ, ગોધરા બાર એસોસીએશનના પ્રમુખ તથા અન્ય હોદેદારો તથા વકીલઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી 9 તારીખથી આ કચેરી કાર્યરત થશે. આ કચેરી દ્વારા એવા તમામ આરોપીઓને વિના મૂલ્યે કાનૂની સહાય પૂરી પાડવામાં આવનાર છે કે જેઓ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા નિયમોમાં આવતા હોય.
તમામ પ્રકારના કાનૂની જરૂરિયાતમંદ લોકોની તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી રહી છે
આ સેવા શરૂ કરવા પાછળ નો મુખ્ય ઉદ્દેશ્ય એ રહેલો છે કે આરોપી ને પણ પોતાનો પક્ષ વિના મૂલ્યે યોગ્ય ભાષા અને કાયદાઓને આધીન રહીને મૂકવાનો અવસર મળે તે છે. આ અગાઉ પણ સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓ આપવામાં આવતી હતી પરંતુ તે સરકારી પક્ષ માટે મર્યાદિત હતી જે હવે ખાસ બચાવ પક્ષ માટે 4 અલગ સરકારી વકીલોની નિમણુક કરીને અલાયદી સેવા શરૂ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હાલમાં પણ તમામ પ્રકારના કાનૂની જરૂરિયાતમંદ લોકોની તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી રહી છે. તેમજ લોકોમાં આ અંગે જરૂરી જાગૃતિ આવે તે અંગેના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.