Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વામિત્રી નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ, પોલીસે દરોડા કરી એક ની કરી ધરપકડ

વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. મ્યુનિસિપલ કમિશનરે નદી પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન આ ભઠ્ઠીઓ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે દરોડા પાડી એક વ્યક્તિની ધરપકડ કરી અને મોટા પ્રમાણમાં દારૂ અને રો મટિરીયલ જપ્ત કર્યુ છે.

વિશ્વામિત્રી નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ, પોલીસે દરોડા કરી એક ની કરી ધરપકડ
Follow Us:
Anjali oza
| Edited By: | Updated on: Apr 05, 2025 | 6:50 PM

વડોદરા શહેરની આસપાસમાંથી પસાર થતી વિશ્વામિત્રી સહિતની અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ત્યારે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત વડસર નદી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગયેલા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે ચાલતી દારૂની ભઠ્ઠીઓના ફોટા પાડી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા. જેને લઈ વહેલી સવારે PCB એ દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી જ્યારે મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દેશી દારૂની ભઠ્ઠીઓથી અજાણ પોલીસ હવે ઝુંબેશ શરૂ કરશે.

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની વડસર ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે શુક્રવારે સાંજે નિકળ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ જોઇ ચોંકી ઉઠ્યા હતા. તેમણે આ અંગેની જાણ પોલીસ કમિશનરને કરી હતી. સાથે દારૂની ભઠ્ઠીઓના ફોટા પણ મોકલાવ્યા હતા.

બાતમીના આધારે વિશ્વામિત્રી નદીના કોતરોમાં રેઇડ કરતા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા વિક્રમ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સાથે દારૂ બનાવવાનો સામાન પણ કબજે કર્યો હતો. જોકે, વિક્રમ સાથે કામ કરનાર મિનાક્ષી વિક્રમ ઠાકોર અને જ્યોત્સના ઉર્ફ ટીની ભગવાન ઠાકોર હાથ લાગ્યા ન હતા. પીસીબીએ આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો

પોલીસે દરોડા દરમિયાન દારૂ બનાવવા માટેના 3 બેરલ, પ્લાસ્ટીકના બેરલ નંગ 9, પ્લાસ્ટીકના કારબા 7, પાઇપ 2, એલ્યુમીનીયમની બરણી નંગ 1, પ્લાસ્ટીકનું તગારૂ નંગ 1, પ્લાસ્ટીકનું ડબલુ નંગ 1 અને 15 લિટર દેશી દારુ મળી કુલ રૂપિયા 4,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ બનાવવા માટે વપરાતો 1800 લિટર વોશ નો સ્થળ ઉપર નાશ કર્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">