Morbi Bridge Tragedy : મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના સ્થળે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા, દુર્ઘટના અંગે માહિતી મેળવી

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ(Morbi Bridge Tragedy) તૂટતા દુર્ઘટના બની છે. જેમાં 77 થી વધુ લોકોના મોત થયા છે. આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું.

Morbi Bridge Tragedy : મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના સ્થળે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા, દુર્ઘટના અંગે માહિતી મેળવી
Gujarat CM Bhupendra Patel And Harsh Sanghvi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 12:03 AM

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં 77 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો. જો કે આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

તેમજ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મોરબીમાં આજે સાંજે સાડા છ વાગ્યે ઝુલતો બ્રિજ ધરાશાયી થયો હતો. જયા 150 લોકો હાજર હતા. આ ઘટનામાં શહેરનું સમગ્ર તંત્ર માત્ર 15 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અત્યાર સુધીમાં આશરે 70 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.  જ્યારે ઝુલતા પુલ દુર્ઘટનાને લઇને પોલીસે એસઆઇટીની રચના કરી છે. જો કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનના રાખીને સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડીયા કોલોનીથી કાર્યક્રમ ટૂંકાવીને મોરબી જવા રવાના થયા છે. જ્યારે આ ઘટનાની તપાસ માટે પોલીસે એસઆઇટીની રચના કરી છે.

મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. NDRFની 3 પ્લાટૂન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની 2 કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. જ્યારે રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્યારે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને કેન્દ્ર સરકારે બે -બે લાખની સહાય અને ઇજાગ્રસ્તને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને ચાર- ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે.

આ દરમ્યાન પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે પી એમ મોદીએ મોરબી દુર્ઘટના અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમજ મોરબીની દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક ટીમો મોકલવા તાકીદ કરી હતી. તેમજ પીએમ મોદીએ પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

મોરબીમાં તૂટેલો ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારે જૂનો છે. આ પુલનું વર્ષ 1879માં ખાતમુહૂર્ત કરાયું હતું. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ ખાતમુહૂર્ત થયું હતું. મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે પુલનુ ખાતમુહૂર્ત થયું હતું. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. જ્યારે હાલ 6 મહિના પહેલા સમારકામ માટે બ્રિજ બંધ કરાયો હતો. જ્યારે સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુક્યો હતો. જેમાં ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">