Mehsana: વીજ નિયમન પંચના સભ્યોએ મોઢેરા સૂર્યમંદિરના લાઇટ શો અને સોલાર પાર્કની મુલાકાત લીધી
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે દેશના રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેનો અને કેન્દ્રીય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી તેમજ મોઢેરા સૂર્યમંદિર નો લાઇટ શો જોઈને પ્રભાવિત થયા હતા. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ ફોરમ ઓફ રેગ્યુલેટર્સની રચના થયેલ છે.
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે દેશના રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેનો અને કેન્દ્રીય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી તેમજ મોઢેરા સૂર્યમંદિર નો લાઇટ શો જોઈને પ્રભાવિત થયા હતા. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ ફોરમ ઓફ રેગ્યુલેટર્સની રચના થયેલ છે.દેશના તમામ રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેનો અને કેન્દ્રીય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ આ સાથે સોલાર પ્લાન્ટ ઉત્પાદક અને સંગ્રહ પ્રોજેક્ટની વિગતો પણ જાણી હતી તેમજ દેશનું સમગ્ર સોલર ઉર્જાથી સંચાલિત મોઢેરા ગામની વીજ વિતરણ અને ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી.
વિદ્યુત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ અંગેનું કામ કરતા આ ફોરમની મીટીંગ ગાંધીનગર ખાતે યોજાઇ હતી
સમગ્ર દેશમાં વીજળી વિતરણ ને લગતા એક સમાન વિનિયમોનું પાલન થાય તે માટે અને વિદ્યુત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ અંગેનું કામ કરતા આ ફોરમની મીટીંગ ગાંધીનગર ખાતે યોજાયેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પના મુજબ જ સ્થપાયેલા મોઢેરા સોલાર પાર્ક મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુર સોલાર ઉત્પાદક અને સંગ્રાહક પ્રોજેક્ટની વિગતો જાણીને આયોગના ચેરમેનઓ તેમજ સદસ્ય પ્રભાવિત થયા હતા.
આ મુલાકાતમાં ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ અનિલ મુકીમ, સદસ્યમેહુલભાઈ ગાંધી અને એસ .આર. પાંડે તેમજ ફોરમ ઓફ રેગ્યુલેટર્સની મીટીંગના ચેરપર્સન તેવા ત્રિપુરા વીજ નિયમન પંચના અધ્યક્ષ ડી .રાધાકૃષ્ણન ,કલેક્ટર એમ. નાગરાજન , જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી , જીપીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર વિકલ્પ ભારદ્વાજ પણ હાજર રહ્યા હતા.
ગાઈડ દ્વારા મોઢેરા સૂર્યમંદિર ની વિગતો પૂરી પાડવામાં આવી હતી
આ ઉપરાંત, ગુજરાત વીજ નિયમન પંચના સંયુક્ત નિયામક સંજયભાઈ અનડા, કડી પ્રાંત અધિકારી પ્રિતેશ દવે તેમજ બેચરાજી મામલતદાર જે.વી.પાંડવ અને ફોર્મ ઓફ રેગ્યુલેટરસ રાજ્યોના ચેરપર્સન તેમજ યુજીવીસીએલના સુપ્રિટેન્ડેન્ટ અરવિંદભાઈ પટેલ, યુ જી વી સી એલ ના અધિકારીઓ ,કર્મચારીઓ તેમજ સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાતીને ચાર ગાઈડ દ્વારા મોઢેરા સૂર્યમંદિર ની વિગતો પૂરી પાડવામાં આવી હતી.