Ahmedabad : ભગવાન જગન્નાથના નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં, 4 મહિનામાં રથ બનીને થઇ જશે તૈયાર

Ahmedabad News : જૂના રથની ડિઝાઇનમાં નજીવા ફેરફાર સાથે નવા રથ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રથની મજબૂતાઈને ધ્યાને લઈને મંદિર તંત્ર અને રથ બનાવનાર જયંતિ સુથાર દ્વારા ડિઝાઇનમાં વધારે ફેરફાર નથી કરાયો.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 5:19 PM

આગામી જૂન મહિનામાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક અને અનન્ય બની રહેશે. અમદાવાદમાં આગામી રથયાત્રામાં જગતના નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમના નવા રથમાં બિરાજમાન થઇને નગરચર્યાએ નીકળશે. જગન્નાથજી મંદિરમાં નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નવા ત્રણેય રથના નિર્માણ માટે 400 ઘનફૂટ સાગ અને 150 ઘનફૂટ સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા રથની ડિઝાઇન અને સાઇઝ મંદિરની પરંપરા પ્રમાણે રાખવામાં આવશે. છેલ્લા એક મહિનાથી કુલ 10 જેટલા કારીગરો દ્વારા રથ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી 4 મહિનામાં રથ બનીને તૈયાર થઇ જાય તે પ્રકારનું આયોજન મંદિર વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે રથની ડિઝાઇન

જૂના રથની ડિઝાઇનમાં નજીવા ફેરફાર સાથે નવા રથ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રથની મજબૂતાઈને ધ્યાને લઈને મંદિર તંત્ર અને રથ બનાવનાર જયંતિ સુથાર દ્વારા ડિઝાઇનમાં વધારે ફેરફાર નથી કરાયો. જોકે તેમનો દાવો છે કે આ રથ એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે કે 80 વર્ષ સુધી તેને કંઈ જ નહીં થાય. અમદાવાદના રસ્તાઓ તેમજ પરંપરાગત રુટમાંથી રથ પસાર થઇ શકે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવશે. જુના રથની ડિઝાઇનનું થોડુ અનુકરણ નવા રથમાં જોવા મળશે. સાથે જ તેમા જગન્નાથ પુરીના દર્શન પણ થઇ શકશે.

ભક્તોની સુવિધા માટે નવા રથનું નિર્માણ

નવા રથ બનાવડાવાનો આ નિર્ણય ભક્તોની જ સુવિધા માટે કરવામાં આવ્યો છે. રથની ખાસ વિશેષતા એ છે કે ભક્તો ભગવાનના દર્શન ખૂબ સારી રીતે કરી શકે તેવી રીતે તેની રચના કરવામાં આવશે. સાથે જ ભગવાનના રથમાં ખૂબ જ ઓછા લોકો તેમા સવાર થઇ શકે તેવી રીતે બનાવાશે. ભક્તો ગમે તેટલા દૂર હોય રે રથયાત્રાના રુટ પર પોતાના મકાનની છત પરથી પણ જો રથયાત્રા નિહાળતા હોય તો સરળતાથી તે દર્શન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા રથમાં બનાવવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મહત્વનું છે કે 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. છેલ્લા 145 વર્ષથી અવિરત રથયાત્રા યોજવામાં આવી રહી છે તે જૂના રથ છે તેના દ્વારા જ રથ યાત્રા નીકાળવામાં આવે છે. પણ હવે નવા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળશે.

g clip-path="url(#clip0_868_265)">