Mehsana : જિ.પંચાયતમાં ડાયરી પાછળ લાખોના ખર્ચને લઈ વિપક્ષ આકરા પાણીએ, કહ્યુ ‘પ્રસિદ્ધી પાછળ નહી વિકાસ માટે ખર્ચ કરો’
હસમુખ ચૌધરીએ(Hasmukh Chaudhry) દાવા સાથે આરોપ લગાવ્યો છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સભ્યોએ ડાયરીનો અંગત પ્રસિદ્ધિ માટે ઉપયોગ કર્યો છે.

મહેસાણા જિલ્લા પંચાયતમાં(Mehsana Jilla Panchayat) ડાયરીને લઈને વિવાદ સર્જાયો છે. વિવાદિત ડાયરીના ખર્ચ અને ફોટોગ્રાફને લઇને પક્ષ-વિપક્ષમાં ખેંચતાણ જોવા મળી રહી છે.જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હસમુખ ચૌધરીએ ડાયરી માટે સ્વ-ભંડોળમાં પાડવામાં આવેલા 6 લાખના ખર્ચ સામે વાંધો ઉઠાવ્યો છે. હસમુખ ચૌધરીનો આરોપ છે કે ડાયરીમાંથી રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓના (PM Modi)ફોટા અને સંદેશને સ્થાન નથી અપાયું.
સાથે જ હસમુખ ચૌધરીએ(Hasmukh Chaudhry) દાવા સાથે આરોપ લગાવ્યો છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સભ્યોએ ડાયરીનો અંગત પ્રસિદ્ધિ માટે ઉપયોગ કર્યો છે.જે અંગે તેઓએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરીને ખોટા ખર્ચ પર લગામ કસવાની માગ કરી છે.
પહેલા પણ જિલ્લા પંચાત વિવાદમાં આવી હતી
આ પહેલા પણ આ જિલ્લા પંચાત વિવાદમાં(Jilla Panchayat Controversy) આવી ચૂકી છે.થોડા દિવસો અગાઉ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની કાર્ય પધ્ધતિને લઈ જિલ્લા પંચાયતના સદસ્યોમાં અસંતોષ ઉઠયો હતો. જિલ્લા પંચાયતમાં ત્રિપુટીનુ રાજ ચાલતુ હોવાનો સદસ્યોએ મત વ્યક્ત કરતાં વિવાદ ઉભો થયો હતો. લાંબા સમયથી સદસ્યોના વિસ્તારના વિકાસ કામો ઠપ્પ થઈ ગયા હોવાથી 27 થી વધુ સદસ્યોએ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીને રજૂઆત કરી ડીડીઓને બદલવાની માંગ કરતા સ્થિતિ વણસી હતી.