Junagadh : અમદાવાદ LCBના ASI પરેશ ચાવડાનું ડૂબી જવાથી મૃત્યુ,15 ઓગષ્ટે થયા હતા સન્માનિત
જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે પોતાના પરિવાર સાથે જન્માષ્ટમી ઉજવવા જુનાગઢ જિલ્લાના વંથલી (Vanthali) ખાતે આવેલા ખોરસાઆહીર ગામે ગયા હતા. બે દિવસની રજા લઈ પોતાના ગામ ગયેલા પરેશ ચાવડા પાછા આવે તે પહેલા તેમના મૃત્યુના સમાચાર આવતા ક્રાઇમ બ્રાન્ચમાં (Crime branch) શોકની લાગણી વ્યાપી ગઈ છે.

અમદાવાદ LCBમાં ફરજ બજાવતા ASI પરેશ ચાવડાનું(Paresh Chavda) પાણીમાં ડૂબી જવાથી મૃત્યું થયું હતું..તેઓ તહેવાર નિમિત્તે પોતાના વતન વંથલી તાલુકાના ખોરાસા ગામ ગયા હતા જ્યાં મિત્રો સાથે તેઓ સાબલી ડેમમાં (Dam) નહાવા પડ્યા હતા આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ થયું છે પરેશ ચાવડા 2016ની બેચના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે પોતાના પરિવાર સાથે જન્માષ્ટમી ઉજવવા જુનાગઢ જિલ્લાના વંથલી (Vanthali) ખાતે આવેલા ખોરસા આહીર ગામે ગયા હતા. બે દિવસની રજા લઈ પોતાના ગામ ગયેલા પરેશ ચાવડા પાછા આવે તે પહેલા તેમના મૃત્યુના સમાચાર આવતા ક્રાઇમ બ્રાન્ચમાં (Crime branch) શોકની લાગણી વ્યાપી ગઈ છે.
હાલમાં પરેશ ચાવડા ઇન્સ્પેક્ટર સંજય દેસાઇના સ્કવોડમાં ફરજ બજાવતા હતા. 27 વર્ષીય પરેશ ચાવડા વિવિધ ઓપરેશનોમાં કરેલી નોંધપાત્ર કામગીરીને લઈ હજી હાલમાં જ 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ પોલીસ કમિશ્નરે તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા હતા.
ડેમના ઊંડા પાણીમાં થઈ ગયા ગરક
તેઓ શનિવારના રોજ પોતાના મિત્રો સાથે ખોરાસા ડેમમાં નાહવા માટે ગયા હતા. આ ડેમમાં ન્હાતી વખતે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને જ્યારે બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓ મૃત અવસ્થામાં મળ્યા હતા.
બહાદુર પોલીસ જવાનની હતી છાપ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI પરેશ ચાવડાના કામથી સિનિયર અધિકારીઓ પણ પ્રભાવિત હતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર ખુખાર આરોપીઓ સામે બાથ ભીડી લેનાર ASI પરેશ ચાવડા બહાદુર પોલીસ જવાન તરીકે પંકાયેલા હતા. બહાદુર અધિકારી તરીકેની છાપ હતી. હાલમાં તેઓ દાણીલીમડા પોલીસ લાઇન ખાતે પત્ની અને ચાર વર્ષના પુત્ર પૃથ્વી સાથે રહેતા હતા. ક્રાઇમ બ્રાન્ચની નોકરીની સતત વ્યસ્થતા વચ્ચે પણ પરેશ ચાવડા સતત કસરત અને રનિંગ કરતાં હતા. પોતાની જેમ તેમનો દીકરો પણ સશક્ત રહે તે માટે નાનકડા દીકરા પૃથ્વીને પણ બગીચામાં પોતાની સાથે કસરત કરવા લઈ જતાં હતા.